Maharashtra Political Crisis: શિવસૈનિકોને MVA ના અજગરના સકંજામાંથી મુક્ત કરાવવા સંઘર્ષ કરી રહ્યો છું- એકનાથ શિંદે
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિંદે જૂથની સામે શિવસેના વધુ આક્રમક જોવા મળી રહી છે. આ વચ્ચે ચૂંટણી પંચને શિવસેનાએ પત્ર લખ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણને શિવસેના અથવા બાલાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં
Maharashtra Political Crisis: શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોના બળવા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. જોકે, હવે આ બબાલ માત્ર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને હટાવવા પર નહીં પરંતુ ઠાકરે વિરાસત પર આવી ગઇ છે. એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યો સાથે તેમના જૂથનું નામ શિવસેના (બાલાસાહેબ) કરી દીધું છે. જે ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ બે શબ્દોમાં શિંદે પર પ્રહાર કરતા કહ્યું કે, શિંદે પહેલા નાથ હતા અને દાસ થઈ ગયા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બીજુ કોઈ બાલાસાહેબના નામનો ઉપયોગ કરી શકતા નથી.
એકનાથ શિંદેએ શિવસૈનિકોને સંબોધિત કરતા કર્યું ટ્વીટ
એકનાથ શિંદેએ શિવસૈનિકોને સંબોધિત કરાત ટ્વીટ કરી કહ્યું કે, સારી રીતે સમજો, એમ.વી.એની રમતને ઓળખો..! હું શિવસેના અને શિવસૈનિકોને એમવીએના અજગરના સકંજામાંથી મુક્ત કરાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. આ લડાઈ તમારા શિવસૈનિકોના લાભ માટે સમપ્રિત છે. તમારો એકનાથ સંભાજી શિંદે.
દીપક કેસરકરે કહ્યું- અન્ય રાજકીય દળની સાથે નહીં કરીએ વિલીનીકરણ
શિવસેનાના અસંતુષ્ટ ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું કે, ધારાસભ્ય દળમાં બળવાખોર જૂથ પાસે બે તૃતીયાંશ બહુમત છે અને તે સદનમાં પોતાની સંખ્યા સાબિત કરશે પરંતુ કોઈ અન્ય રાજકીય દળ સાથે વિલીનીકરણ નહીં કરે.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના મળ્યાની જાણકારી નથી: દીપક કેસરકર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે દીપર કેસરકરે જણાવ્યું કે, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલ રાતે મળ્યા કે નહીં આ અંગે કોઈ જાણકારી નથી. આ ઉપરાંત તેમને એ પણ ખરબર નથી ગઈકાલ રાતે શિંદે ક્યાં ગયા હતા.
એકનાથ શિંદે ગુજરાત ગયા હતા અને પરત ફર્યા
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સૂત્રોએ જણાવ્યું કે, એકનાથ શિંદે મોડી રાતે ગુજરાત ગયા હતા અને પરત ફર્યા હતા. જોકે, કેમ ગયા હતા, કોને મળવા ગયા હતા તે કોઈને ખબર નથી.
બળવાખોર ધારાસભ્યોના વિશ્વાસઘાતને ભૂલશું નહીં
શિવસેનાની કાર્યકારિણી બેઠક વિશે વાત કરતા મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે, મિટિંગમાં શું વાત થઈ છે તે તો તમે જાણો છો. પરંતુ જરૂરી વાત એ છે કે, અમે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાતને ભૂલશું નહીં. તેમણે કહ્યું કે ગદ્દારોને માફ કરવામાં આવશે નહીં. મને વિશ્વાસ છે કે શિવસેના જીતશે. આ સત્ય અને અસત્યની લડાઈ છે. જે ભાગીને ગયા છે તેમની વિરૂદ્ધ છે.
શિવસેનાનું અલગ નામ નથી માંગ્યું- દીપક કેસરકર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે દીપક કેસરકર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે શિવસેનાથી અલગ નથી. અમે શિવસેનાનું અલગ નામ નથી માંગી રહ્યા. અમે શિવસેનાના વિચારોને લઇને ચાલી રહ્યા છીએ.
બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરે મોકલી નોટિસ
મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો પર અયોગ્ય હોવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ખરેખરમાં બળવાખોર ધારાસભ્યને ડેપ્યુટી સ્પીકરે નોટિસ મોકલાવી છે. જેના અનુસાર તેમણે 27 જૂન સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
શિવસેનાએ ચૂંટણી પંચને લખ્યો પત્ર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિંદે જૂથની સામે શિવસેના વધુ આક્રમક જોવા મળી રહી છે. આ વચ્ચે ચૂંટણી પંચને શિવસેનાએ પત્ર લખ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણને શિવસેના અથવા બાલાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં. શિંદે જૂથ બાલાસાહેબ ઠાકરે અને શિવસેનાનું નામ લેવાનું વિચાર કરી રહ્યું છે.
મુંબઇમાં કલમ 144 લાગુ
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને લઇને ચાલી રહેલી બબાલ વચ્ચે મુંબઇમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાથે જ આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી છે. જોકે, મુંબઇમાં કલમ 144 લાગુ કરવામાં આવી છતાં આદિત્ય ઠાકરેની યોજાનાર સભાને મંજૂરી આપવામાં આવી છે.
તાનાજી સાવંતની શિવસેના કાર્યકર્તાઓને ચેતવણી, કહ્યું- ઓકાતમાં રહો
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં શિવસેના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવા મામલે તેમનું નિવેદન સામે આવ્યું છે. તેણે આ શિવસેના કાર્યકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે, તોડફોડ કરનારાઓ ઓકાતમાં રહો.
બળવાખોર ધારાસભ્યની ઓફિસમાં તોડફડ પર શિવસેના નેતા ચંદ્રકાંત બોલ્યા- એક્શનનું રિએક્શન
શિવસેનાના મોટા નેતા ચંદ્રકાંત જાધવે પુણેમાં બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં થયેલી તોડફોડને યોગ્ય ગણાવતા કહ્યું કે, આ માત્ર એક્શનનું રિએક્શન છે. શિવસેનાની ભાષામાં તમામ ધારાસભ્યોને જવાબ આપવામાં આવશે અને આ કારણથી આ રિએક્શન હવે રાજ્યમાં દરેક જગ્યાએ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube