શિવરાજ સિંહ ચૌહાણ બોલ્યા, `જવાહરલાલ નહેરુ અપરાધી હતા`, વિવાદ થયો તો કરી સ્પષ્ટતા
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અપરાધી ગણાવ્યાં છે.
ભુવનેશ્વર: જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અપરાધી ગણાવ્યાં છે. શનિવારે ઓડિશાના ખોર્ધા જિલ્લામાં ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં પહોંચેલા શિવરાજે કાર્યકરોને કહ્યું કે, 'જવાહરલાલ નહેરુ અપરાધી હતા. જ્યારે ભારતીય સેના કાશ્મીરથી કબાઈલીઓનો પીછો કરી રહી હતી ત્યારે તેમણે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. જો થોડા વધુ દિવસ યુદ્ધવિરામની જાહેરાત ન થઈ હોત તો આખુ કાશ્મીર આપણું હોત.'
જુઓ વીડિયો