કલમ 370: અરજી કરનારા વકીલની સુપ્રીમે ખુબ ઝાટકણી કાઢી, કહ્યું-`આ શું બકવાસ અરજી છે`
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાના વિરોધમાં એક જનહિત અરજી દાખલ કરનારા વકીલ એમ એલ શર્માને સુપ્રીમ કોર્ટે બરાબર ઝાટક્યાં છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાના વિરોધમાં એક જનહિત અરજી દાખલ કરનારા વકીલ એમ એલ શર્માને સુપ્રીમ કોર્ટે બરાબર ઝાટક્યાં છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અરજીકર્તાને પૂછ્યું કે આ તે કેવી અરજી છે. આટલા ગંભીર મુદ્દા પર બકવાસ રીતે અરજી દાખલ કરાઈ છે.
સીજેઆઈએ અરજીકર્તા વકીલને બરાબર ફટકાર લગાવતા કહ્યું કે જનહિત અરજીની સાથે કોઈ એનેક્સર લગાવાયું નથી. હું તમારી અરજી અડધા કલાકથી વાંચવાની કોશિશ કરી રહ્યો છું. પરંતુ કશું સમજી શકતો નથી. તમારી પ્રેયર શું છે?...કશું ખબર નથી. તમે શું કહેવા માંગો છો...કઈ ખબર નથી?
જુઓ LIVE TV