સોનિયા ગાંધીના ગઢમાં ગાબડા પાડી રહ્યા છે જેટલી,વિકાસ માટે આપ્યું MP ફંડ
ભાજપે તે અટકળોને ફગાવી દીધી જેમાં રાયબરેલીમાં અરૂણ જેટલી અને સોનિયા ગાંધી સામ સામે ચૂંટણી લડી શકે છે
લખનઉ : કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાની સંસદીય રકમના પૈસા સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં ખર્ચ કરશે. તેના માટે તેમણે ડોઢ કરોડ રૂપિયાનાં પ્રથમ હપ્તાનો પત્ર રાયબરેલી તંત્રને સોંપી દીધો છે. સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં ગણા વિકાસ કાર્યો પર પોતાનું ફંડ વાપરવાનો નિર્ણય અરૂણ જેટલીએ પોતે જ કર્યો છે. જેટલીનાં આ પગલાને ગાંધી પરિવારના ગઢમાં ભાજપની પહોંચ વધારવાનાં પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યું છે.
જેટલીના પ્રતિનિધિ અને ભાજપ પ્રવક્તા હીરો વાજપેયીએ જણાવ્યું કે, યુપીના રાજ્યસભા સાંસદ હોવાના કારણે અરૂણ જેટલીએ રાયબરેલીની પસંદગી કરી છે. એક મુખ્ય રાજનીતિક પક્ષનો ગઢ હોવા છતા રાયબરેલી જે પ્રકારે પછાત છે તેને જોતા જેટલીએ આ વિસ્તારને વિકસાવવાનો નિર્ણય લીધો છે.
મેબર ઓફર પાર્લામેન્ટ લોકર એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (એમપીએલએડીએસ) હેઠળ રાજ્યસભા સાંસદ પોતાના દ્વારા પસંદ કરાયેલા જિલ્લામાં 5 કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યો માટે જિલ્લા કલેક્ટરને આદેશ આપી શકે છે. રાજ્યસભા સાંસદ જે પ્રદેશમાંથી પસંદગી પામે છે તે જિલ્લા કે તેનાંથી વધારે જિલ્લાઓમાં વિકાસ કાર્ય કરાવી શકે છે.
વાજપેયીનાં અનુસાર કેન્દ્રીય નાણામંત્રી નવેમ્બરનાં પહેલા અથવા બીજા અઠવાડીયામાં રાયબરેલીની મુલાકાતે આવી શકે છે. જો કે વાજપેયી તે અટકળોને ફગાવી દીધી જેમાં 2019ની ચૂંટણી સોનિયા ગાંધી અને અરૂણ જેટલી અને સોનિયા ગાંધી સામે ચૂંટણી લડે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી. વાજપેયીએ કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણી લડશે પરંતુ કોંગ્રેસના ગઢમાં ભાજપને મજબુત કરશે. રાયબરેલીનાં હાલના સાંસદ સોનિયા ગાંધી છે જ્યારે તેના પ્રતિનિધિત્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કરે છે.