નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાંથી નામાંકન ભર્યું છે. સ્મૃતિ ઈરાનીએ સોગંદનામામાં પોતાની શૈક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ જણાવી છે. સ્મૃતિએ અત્યાર સુધી ચૂંટણી માટે દાખલ કરેલી તમામ એફિડેવીટમાં અભ્યાસમાં અસમાનતા જોવા મળતાં કોંગ્રેસે સ્મૃતિ સામે નિશાન સાધ્યું હતું. આથી, હવે નાણામંત્રી અરૂણ જેટલીએ રાહુલ ગાંધીની ડિગ્રી સામે સવાલ ઊભા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરૂણ જેટલીએ સોશિયલ મીડિયા પર બ્લોગ દ્વારા રાહુલ ગાંધીના અભ્યાસ પર કટાક્ષ કરતા પુછ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે માસ્ટર ડિગ્રી (M.A.) કર્યા વગર એમફિલની ડિગ્રી કેવી રીતે પૂરી કરી લીધી. જેટલીએ કહ્યું કે, વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવા પ્રોપેગન્ડા ચલાવાઈ રહ્યા છે. 


'મુસલમાન' મુદ્દે મેનકા ગાંધી અને હેમા માલિની સામ-સામે 


રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત પર જવાબ નથી મળતા- જેટલી
જેટલીએ પોતાના ફેસબુક બ્લોગમાં 'ઈન્ડિયાઝ ઓપોઝિશન ઈઝ ઓન એ રેન્ટ એ કોઝ કેમ્પેઈ'માં લખ્યું છે કે, ભાજપના ઉમેદવારો (સ્મૃતિ ઈરાની)ની શૈક્ષણિક લાયકાત સામે સવાલ ઉઠાવાઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાતને બધા જ ભુલાવી રહ્યા છે. રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત અંગે અનેક સવાલ છે, જેનો કોઈ જવાબ મળ્યો નથી. તેમણે માસ્ટર ડિગ્રી કર્યા વગર જ એમફિલની ડિગ્રી મેળવી લીધી છે. 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


2004 અને 2009માં પણ થયા હતા સવાલ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિદેશમાં મેળવેલી ડિગ્રી પર વર્ષ 2009માં પણ વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં 2004 અને 2009માં જણાવ્યું હતું કે, તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાંથી ડેવલપમેન્ટ ઈકોનોમિક્સમાં એમફિલની ડિગ્રી મેળવી છે. 2014માં રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે, તેમણે ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમફિલ કર્યું છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....