નવી દિલ્હી : દેશમાં ગરીબીને ઘટાડવા માટે વિકાસનો ફાયદો ગરીબો સુધી પહોંચાડવા માટે ઉચ્ચ આર્થિક વૃદ્ધી પ્રાપ્ત કરવી જરૂરી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે આ વાત કરી હતી. જેટલીએ બેંકોનાં 25માં વિશ્વ સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે, વિકાસની વાટ જોઇ રહેલા કોઇ સમાજની ગુણવત્તામાં સુધારો અને વિકાસનું ફળ ગરીબો સુધી પહોંચાડવા માટે અનિશ્ચિત કાળ સુધી પ્રતીક્ષા કરવામાં આવી શકે નહી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, ભારત જેવી અર્થવ્યવસ્થાઓ માટે ઉચ્ચ આર્થિક વૃદ્ધી દર જરૂરી છે. અમે ઉચ્ચ આર્થિક વૃદ્ધી દ્વારા વધારેમાં વધારે લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માંગીએ છીએ. તેમનું જીવન સુધારવા માંગીએ છીએ. જો કે અમે વિકાસ અને પ્રગતિનો ફાયદો કેટલાક લોકો સુધી સીમિત રહી જાય અને બાકીનાં ઉચ્ચ વંચિત હોવાનાં જોખમ મુદ્દે સજાગ છીએ.

જેટલીએ કહ્યું કે, આર્થિક વૃદ્ધીનો પ્રભાવ નિશ્ચિત રીતે દેખાશે પરંતુ તે એક ધીમી પ્રક્રિયા છે અને વિકાસની વાટ જોઇ રહેલા લોકો અનિશ્ચિત સમય સુધી તેની રાહ જોઇ શકે નહી. નરેન્દ્ર મોદી સરકારે ચલાવેલા આર્થિક સમાવેશ અભિયાન અંગે બોલતા જેટલીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય બેંકિંગ સેવાઓ સાથે નહી જોડાયેલા લોકોને બેંકો સાથે જોડવા, અસુરક્ષીત લોકોને સુરક્ષીત કરવા અને મુડીહીન લોકોને આર્થિક પોષિત કરવા અને જે ક્ષેત્રોમાં સેવાઓ નહોતી ત્યાં સેવાઓ પહોંચાડવાનો છે. 

તેમણે કહ્યું કે, બેંકો ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોએ વડાપ્રધાન જનધન યોજના હેઠળ થોડા મહિનાઓમાં 33 કરોડ બેંકોના ખાતા ખોલ્યા. શરૂઆતમાં તે શૂન્ય રકમનાં ખાતા ખોલ્યા અને ધીરે ધીરે લોકો તેમાં પૈસા જમા કરાવવાનું ચાલુ કર્યું. 

નાણામંત્રીએ કહ્યું કે, ભારતમાં હજી પણ મોટા ભાગનાં લોકો વીમા અને પેંશનની સુરક્ષા નથી ધરાવતા. જનતાને વીમા સુરક્ષા આપવાના સરકારનાં પ્રયાસોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જનધન યોજના ખાતાનાં માધ્યમથી સામાજિક સુરક્ષા પ્રણાલી હેઠળ સસ્તી પ્રીમિયમ પર લોકો માટે વીમાની રજુઆત કરવામાં આવી. કુલ 141લોકોને દુર્ઘટના વીમા કરવામાં આવ્યો. જ્યારે 55 કરોડ લોકોનો જીવન વિમા કરવામાં આવ્યો. તે ઉપરાંત અટલ પેંશન યોજના નામે ઓછા પ્રીમિયમ પર પેંશન યોજના ચાલુ કરવામાં આવી છે.