નવી દિલ્હી : અટલ બિહારી વાજપેયી પંચતત્વમાં વિલિન થઇ ચુક્યા છે. શુક્રવારે સાંજે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર હિંદૂ રીતિ રિવાજની સાથે મુખાગ્ની આપવામાં આવી છે. તેમનો પાર્થિવ દેહ શરીર સવારે તેમનાં સરકારી આવાસો પરથી ભાજપ મુખ્યમથક પહોંચાડવામાં આવ્યું હતું. અહીં લાખોની ભીડ તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચી હતી. બીજી તરફ જ્યારે સ્વર્ગીય વાજપેયીજીને મુખાગ્ની આપવામાં આવી રહી હતી, તેની તુરંત બાદ ટ્વીટર પર અરૂણ જેટલીએ તેમની સાથેના પોતાના અનુભવો ટ્વીટર પર શેર કર્યા હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેટલીએ લખ્યું કે, અટલજી આ દુનિયા છોડીને જતા રહ્યા છે પરંતુ જે યુગની આધારશિલા તેમણે રાખી હતી તે  વધારે સમૃદ્ધ થઇ ચુક્યું છે. આ જ વાજપેયીજીનો વારસો છે. એક અન્ય ટ્વીટમાં વાજપેયી અંગે જણાવતા જેટલીએ કહ્યું કે, એક વખત એમ્સના ડોક્ટર્સે તેમને પુછ્યું કે, શું તમે નમી ગયા હતા ? તે સમયે આ  વ્યક્તિએ પારવાર દુખ વચ્ચે પણ પોતાનાં ચિરપરિચિત અંદાજમાં કહ્યું કે, નમવાનું તો અમે શિખ્યા જ નથી ડોક્ટર સાહેબ. એમ કહો કે વળી ગયા હશો. થોડા સમય બાદ તેમણે 'टूट सकते हैं, मगर हम झुक नहीं सकते..' કવિતા લખી હતી. 



અરૂણ જેટલીએ અટલ બિહારી વાજપેયીએ સમગ્ર કાર્યક્રમ પર એક બ્લોગ પણ લખ્યો. તેમણે લખ્યું કે, એમરજન્સી અને લોકશાહીને બચાવવા માટેની સંપુર્ણ લડાઇ જનસંધ દ્વારા તેમના જ નેતૃત્વમાં લડાઇ હતી. જનતા સરકારમાં એક નાનકડો અનુભવ મેળવ્યા બાદ જ જનસંઘ ફરીથી એક ખુણામાં જતુ રહ્યું હતું, જો કે અટલજીએ આજે ભાજપ જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચાડ્યું. 


 



અટલજીને અંતિમ વિદાઇ આપવા માટે લાખોની ભીડ ઉમટી હતી. રાષ્ટ્રપતિ સ્મૃતિ સ્થળ પર તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા  નાયડૂ, ત્રણેય સેનાના પ્રમુખ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, લાલકૃષ્ણ અડવાણી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે અંતિમ વખત શ્રદ્ધાંજલી આપી હતી.