અરૂણ જેટલીએ PMને લખ્યો પત્ર, કહ્યું- ‘મને જવાબદારીઓથી દૂર રાખો’
30 મેના મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહથી પહેલા ભાજપના વિરષ્ઠ નેતા અરૂણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તેમાં તેમણે તેમના નબળા સ્વાસ્થ્યને ઉલ્લેખતા કહ્યું કે, તેમને નવા મોદી મંત્રી મંડળમાં કોઇ જવાબદારી આપવામાં ના આવે.
નવી દિલ્હી: 30 મેના મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા ભાજપના વિરષ્ઠ નેતા અરૂણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તેમાં તેમણે તેમના નબળા સ્વાસ્થ્યને ઉલ્લેખતા કહ્યું કે, તેમને નવા મોદી મંત્રીમંડળમાં કોઇ જવાબદારી આપવામાં ના આવે. અરૂણ જેટલીએ તેમના પત્રમાં કહ્યું કે, ‘છેલ્લા 18 મહિનાથી હું કેટલીક ગંભરી બિમારીઓનો સમાનો કરી રહ્યો છું. મને ડોક્ટરી સારવારથી તેમાંથી મોટા ભાગે મુક્તિ મળી ગઇ છે. લોકસભા ચૂંટણી અભિયાન પૂર્ણ થવું અને ત્યારબાદ તમે કેદરાનાથ જાઓ તે પહેલા મેં તમને મૌખિક રીતે જાણ કરી હતી કે, પ્રચાર દરમિયાન જે કર્તવ્ય મને સોંપવામાં આવ્યા હતા, તે કર્તવ્ય મેં સારી રીતે પૂર્ણ કર્યા, પરંતુ ભવિષ્યમાં હું કોઈ અન્ય જવાબદારીથી દૂર રહેવા માંગુ છું. તેનાથી હું મારી સારવાર અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશ...’
વધુમાં વાંચો: ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં આપ્યું રાજીનામું
આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળ માટે ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં શપથ ગ્રહણ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી કાલ સાંજે 7 વાગે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે 65થી 70 મંત્રીઓ પણ શપથ લેશે.
VIDEO: ગ્લેમરસ TMC સાંસદ મિમિ અને નુસરતનો બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ
આ વખતે કેબિનેટમાં અનુભવ ઉપરાંત યુવા, પ્રાદેશિક સંતુલન, મહિલાઓ, જાતિગત સંતુલન, આગામી વિધાનસભાની ચૂંટણીવાળા રાજ્યો અને અને નિષ્ણાતોનું મિશ્ર સ્વરૂપ હોઈ શકે છે. જોકે, તે કહેવું ઘણું મુશ્કેલ છે કે, પોતે અમિત શાહ પણ મંત્રીમંડળમાં શામેલ થશે કે નહીં. પીએમ મોદી ઉપરાંત મંત્રીમંડળમાં કોણ-કોણ શપથ લેશે, તેને લઇને આજ પણ દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
જુઓ Live TV:-