Chhattisgarh News: છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત સાથે નાયબ મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી હશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અરૂણ સાવ અને વિજય શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે મુખ્યમંત્રી પદ માટે જ્યાં આદિવાસી નેતાની પસંદગી કરી છે તો બે નાયબ મુખ્યમંત્રીની પસંદગી સમયે ઓબીસી વોટબેંકને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. અરૂણ સાવ ઓબીસી સમાજમાંથી આવે છે. વિજય શર્મા કબીરધામ જિલ્લાના કર્ધવાથી ભાજપના ધારાસભ્ય છે. તેમણે 39592 મતના અંતરથી મંત્રી મોહમ્મદ અકબરને હરાવ્યા હતા. વિજય શર્મા છત્તીસગઢ ભાજપના પ્રદેશ મહાસચિવ છે. ભાજપના યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. 50 વર્ષીય વિજય શર્મા પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે. 


આ પણ વાંચોઃ શિયાળો શરૂ થતાં ડરાવવા લાગ્યો કોરોના, 24 કલાકમાં સામે આવ્યા 166 કેસ, જાણો વિગત


પ્રથમવાર ધારાસભ્ય બન્યા અરૂણ સાવ
તો અરૂણ સાવની વાત કરીએ તો તેમણે મુંગેલી જિલ્લાની લોરમી સીટથી કોંગ્રેસ ઉમેદવાર થાનેશ્વર સાહૂને 45891 મતથી હરાવ્યા છે. તેઓ ભાજપના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ છે. પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં તેમણે વિષ્ણુ દેવ સાયની જગ્યાએ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. તેઓ બિલાસપુર લોકસભા સીટથી સાંસદ રહ્યાં છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પાર્ટીએ સાંસદ પદેથી રાજીનામું આપવાનું કહ્યું હતું. વિજય શર્માની જેમ 55 વર્ષીય અરૂણ સાવ પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે. 


પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના અનુભવનો મળશે ફાયદો
ભાજપ તરફથી વિધાનસભા અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવેલા રમણ સિંહ છત્તીસગઢમાં ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યાં છે. આ વખતે તેઓ મુખ્યમંત્રીની રેસમાં સામેલ હતા. પરંતુ પાર્ટી તેમના અનુભવનો ઉપયોગ વિધાનસભાના સ્પીકરના રૂપમાં કરશે. રમણ સિંહે પોતાની પરંપરાગત સીટ રાજનાંદગાંવથી ચૂંટણી જીતી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube