Arunachal Pradesh Assembly Elections 2024: અરૂણાચલ પ્રદેશ વિધાસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર ભાજપની સરકાર બની છે. ભગવા પાર્ટીએ રાજ્યની 60 સીટોમાંથી 46 સીટો પર જીત મેળવી છે. ભાજપે વિધાનસભાની 10 સીટો પહેલા બિનહરીફ જીતી લીધી હતી. તો કોંગ્રેસે માત્ર એક સીટથી સંતોષ કરવો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે લુમલા, ચયાંગતાજો, સેપ્પા (ઈસ્ટ), પાલિન, કોલોરિયાંગ, દાપોરિજો, રાગા, દુમપોરિજો, અલાંગ (વેસ્ટ), દામ્બુક, તેજૂ, ચાંગલોન્ગ (સાઉથ), ચાંગલોન્ગ (નોર્થ), નામસાંગ, ખોંસા (વેસ્ટ), બોર્દુરિયા-બોગાપાની અને પોંગચાઉ-વક્કા જેવી સીટો પર જીત મેળવી છે. આ સિવાય નેશનલ પીપુલ્સ પાર્ટીને પાંચ સીટ પર જીત મળી છે. પીપુલ્સ પાર્ટી ઓફ અરૂણાચલે બે સીટ જીતી છે.


એનસીપી અને કોંગ્રેસની સ્થિતિ ખરાબ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ખાતામાં માત્ર એક સીટ આવી છે. ખોંસા ઈસ્ટ સીટ અપક્ષ ઉમેદવાર વાંગ્લામ સવિને જીતી છે. વિપક્ષી કોંગ્રેસે 19 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ થયા બાદ રાજ્યની બાકી 50 વિધાનસભા સીટ માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. 


આ પણ વાંચોઃ પરિણામો પહેલાં સટ્ટા બજારમાં સત્તાનો ખેલો, કોના દાવા પડશે સાચા, કોની નિકળી જશે હવા


બિનહરીફ ચૂંટાયેલા નેતાઓમાં મુક્તો સીટથી મુખ્યમંત્રી પેમા ખાંડૂ, ચૌખમથી નાયબ મુખ્યમંત્રી ચૌના મીન, ઈટાનગરથી પાર્ટીના વરિષ્ઠ નેતા ટેકી કાસો, ટલીહાથી ન્યાતો દુમક અને રોઈંગ સીટથી મુચૂ મિથી સામેલ છે. અરૂણાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. 


50 સીટો પર 133 ઉમેદવાર હતા મેદાનમાં
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પવન કુમાર સૈનીએ જણાવ્યું કે મતદાનની ગણતરી સવારે છ કલાકથી બધા 24 કેન્દ્રો પર શરૂ થઈ હતી. પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થયા બાદ ઈવીએમથી મતની ગણતરી શરૂ થઈ હતી. રાજ્યની 50 વિધાનસભા સીટો પર 133 ઉમેદવાર મેદાનમાં હતા. અરૂણાચલ પ્રદેશમાં બે લોકસભા સીટ પર પણ મતદાન થયું હતું, જેની ગણતરી 4 જૂને થશે.