Breaking News: કેજરીવાલની મોટી જાહેરાત, બે દિવસ પછી આપશે CM પદેથી રાજીનામું
Breaking News: જેલમાંથી બહાર આવ્યાં બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી દીધી છે. જેને કારણે ફરી એકવાર દિલ્લીની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે.
Breaking News: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યાં બાદ મોટો ધડાકો કર્યો છે. કેજરીવાલે એવી જાહેરાત કરી દીધી છેકે, બે દિવસ પછી હું સીમ પદ છોડી દઈશ. કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો છેકે, અમારી પાર્ટી તોડવા માટે મને જેલમાં મોકલવામાં આવ્યો હતો. મારે ફેંસલો જનતા કરશે. હું દિલ્લી અને દેશની જનતાને પૂછવા માંગું છું કે શું કેજરીવાલ ઈમાનદાર છેકે, ગુનેગાર છે. હું જનતાની વચ્ચે જઈશ. થોડા મહિના પછી દિલ્લીમાં ચૂંટણી છે. હું જનતાને કહું છું જો હું ગુનેગાર હોંઉ તો મને મત ના આપતા. જો હું ઈમાનદાર હોંઉ તો મને મત આપજો. તમારો એક એક મત મારો મારી ઈમાનદારીનું પ્રમાણ આપીશ.
જેલમાંથી બહાર આવ્યાં બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુંકે, હું ત્યાં સુધી સીએમની ખુરશી પર નહીં બેસું જ્યાં સુધી જનતા પોતાનો ફેંસલો ના સંભળાવી દે. જનતા ફેંસલો કરશે કે કેજરીવાલ ઈમાનદાર છેકે નહીં. દિલ્લીની જનતા ફેંસલો કરશે કે કેજરીવાલ ઈમાનદાર છેકે, નહીં. આમ આદમી પાર્ટીની બેઠક થશે. બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે. ચૂંટણી નહીં થાય ત્યાં સુધી મારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ સીએમનું પદ સંભાળશે.
પૂર્વ સાંસદ રમેશ બિઘૂડીનું કહેવું છેકે, તમે શું રાજીનામું આપવાની વાતો કરો છો. તમને તો સુપ્રીમ કોર્ટે જ મનાઈ ફરમાવી છે. તમને તો સુપ્રીમ કોર્ટે જ ના પાડી છેકે, તેમ મુકદો ચાલુ છે ત્યાં સુધી સચિવાલયમાં નહીં જઈ શકો. તમે સીએમ ઓફિસમાં નહીં જઈ શકો.
177 દિવસ જેલમાં રહીને હમણાં જ બહાર આવ્યા છે કેજરીવાલ. મહત્વનું છે કે, કેજરીવાલને તાજેતરમાં જ CBI વાળા કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. જામીન આપતા સમયે કેજરીવાલ સામે શરતો રાખવામાં આવી હતી કે, તેઓ મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય નહીં જાય અને એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી કોઈ ફાઈલ સાઈન નહીં કરે