Arvind Kejriwal Bail: જેલમાંથી બહાર આવશે અરવિંદ કેજરીવાલ, 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન
ચૂંટણીના ઘમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઇ રહેલા સીએમ અરવિંદ કેજરીવાલ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીનનો આદેશ કર્યો છે.
Arvind Kejriwal Bail Hearing Updates: ચૂંટણીના ઘમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઇ રહેલા સીએમ અરવિંદ કેજરીવાલ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીનનો આદેશ કર્યો છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સી ઇડીએ અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત હવે દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવાની તૈયારી છે. આવું પહેલીવાર થશે કે જ્યારે કોઇ રાજકીય પાર્ટીને કોઇ આપરાધિક કેસમાં આરોપી બનાવવામાં આવશે.
દિલ્હી અરવિંદ કેજરીવાલ વચગાળા જામીન પર સુનાવણી કરી રહેલે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું ' જો તમે કંઇ તર્ક ઉમેરવા માંગો છો તો જોડી શકે છે. તેના પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું 'મેં સોગંધનામું દાખલ કરી દીધું છે. તેના પર કોર્ટે કહ્યું કે અમે 1 જૂન સુધી વચગાળાના જામીન આપી રહ્યા છીએ. આ આદેશ મંજૂર કરી રહ્યા છીએ.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2 જૂને સરેન્ડર કરવું પડશે. કેજરીવાલ 1 જૂન સુધી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી શકશે. સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.
આ પહેલાં 7 મેના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કેજરીવાલ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે છે, તો પણ તેઓ મુખ્યમંત્રી તરીકે તેમની સત્તાવાર ફરજો નિભાવી શકશે નહીં. જો તેઓ મુખ્યમંત્રી તરીકે સત્તાવાર ફરજ બજાવે તો સંઘર્ષ થશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળશે તો તે માત્ર ચૂંટણી પ્રચાર માટે જ આપવામાં આવશે.
દિલ્હી દારૂ કૌભાંડ મામલે આજે વધુ એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. કવિતાના જામીન કેસમાં હાઈકોર્ટે EDને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. દિલ્હીની વિવાદાસ્પદ આબકારી નીતિ અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કે. કવિતાની જામીન અરજી નીચલી વિશેષ અદાલતે ફગાવી દીધી છે. આ આદેશને કવિતાએ હાઇકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ઇડીની દલીલો માનતાં કવિતાને જામીન આપવાની મનાઇ કરી દીધી હતી. હવે કવિતા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકશે.