દિલ્હીમાં લાગી શકે છે Lockdown? સીએમ Arvind Kejriwal એ બોલાવી તાકીદની બેઠક
રાજધાનીમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાએ દિલ્હીમાં (Delhi) અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,486 નવા કેસ નોંધાયા છે
નવી દિલ્હી: રાજધાનીમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાએ દિલ્હીમાં (Delhi) અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,486 નવા કેસ નોંધાયા છે. આ સિવાય 141 લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોવિડ દર્દીઓ માટે બેડ અને આઈસીયુ (ICU) બેડની તંગી જેવા આક્ષેપો વચ્ચે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નાઇટ કર્ફ્યુ પછી દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ જેવા પગલા લેવામાં આવ્યા છે. તેમ છતાં, કોરોનાની ગતિ પર બ્રેક લાગતી નથી.
સીએમએ બોલીવી તાકીદની બેઠક
સીએમ કેજરીવાલે દિલ્હીમાં કોરોનાની અનિયંત્રિત પરિસ્થિતિ વચ્ચે તાકીદની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક (Review Meeting) બોલાવી છે. આ બેઠકમાં કોવિડ અફેર્સના નોડલ મંત્રી મનીષ સિસોદિયા, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને રાજ્યના બાકીના વહીવટી કર્મચારીઓ પણ સામેલ. એવું માનવામાં આવે છે કે જો વિકેન્ડ કર્ફ્યુથી કોરોના ઇન્ફેક્શનની ગતિ ઓછી નહીં થાય તો ટૂંક સમયમાં જ દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown) લગાવી શકાય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube