નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ થનારી વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યપ્રધાનનો ચહેરો જાહેર કરવા ભારતીય જનતા પાર્ટીને મંગળવારે પડકાર આપ્યો અને કહ્યું કે, તે આ મુખ્યપ્રધાન ઉમેદવાર સાથે ચર્ચા કરવા તૈયાર છે. આપનું ઘોષણાપત્ર જારી કર્યાં બાદ કેજરીવાલે સંવાદદાતાઓને કહ્યું કે, લોકતંત્રમાં જનતા જ સરકાર ચૂંટે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે કહ્યું, 'અમિત શાહ કહી રહ્યાં છે કે લોકોએ ભાજપને મત આપવો જોઈએ અને તે ચૂંટણી બાદ મુખ્યપ્રધાન નક્કી કરશે. એક લોકતંત્રમાં જનતા જ મુખ્યપ્રધાન ચૂંટે છે. શાહ મુખ્યપ્રધાન ન બની શકે.' કેજરીવાલે કહ્યું કે, તે ઈચ્છે છે કે ભાજપ પોતાના મુખ્યપ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર કરે, જેની સાથે તે ચર્ચા કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં ચર્ચા મહત્વપૂર્ણ છે. 


દિલ્હીના સીએમે કહ્યું, 'હું તે માટે ભાજપને બુધવારે બપોરે 1 કલાક સુધીનો સમય આપુ છું.' તેમણે કહ્યું કે, લોકોને ખ્યાલ હોવો જોઈએ કે જો ભાજપ સત્તામાં આવશે તો મુખ્યપ્રધાન કોણ બનશે. તેમણે કહ્યું, 'જો ભાજપ દિલ્હી માટે અશિક્ષિત મુખ્યપ્રધાનની નિમણૂંક કરી દે તો આ દિલ્હીની જનતા સાથે છેતરપિંડી હશે.'


શાહીન બાગના સમર્થનમાં રાહુલ-કેજરીવાલની ટોળી, કામ કરનારની સાથે દેશભક્તઃ પીએમ મોદી


કેજરીવાલે કહ્યું કે, તે પોતાના નામ પર મત માગી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આપને મળનારા મત કેજરીવાલને મળશે. તેમણે કહ્યું, 'જનતા જાણવા ઈચ્છે છે કે ભાજપને આપેલો મત ક્યાં જશે. જનતા પૂછી રહી છે કે ભાજપનો ચહેરો કોણ હશે.' ઘોષણાપત્ર વિશે કેજરીવાલે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં તેમણે મૂળભૂત સંરચના સારી બનાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું, 'અમે દિલ્હીને 21મી સદીનું શહેર બનાવવા ઈચ્છીએ છીએ. આ અમે એકલા ન કરી શકીએ તે માટે અમારે બે કરોડ લોકોની જરૂર છે.' તેમણે કહ્યું, 'મેનિફેસ્ટોમાં વ્યાપાર, મજૂર, મહિલા, શીખ, યુવા અને વરિષ્ઠ નાગરિકો સહિત દરેક વર્ગની વાત છે. અમે દરેક વર્ગોની માગ પર વિચાર કર્યો છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...