નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દસ દિવસની પ્રાકૃતિક ચિકિત્સા માટે કાલે બેંગ્લુરૂ જવા રવાના થઇ શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓનાં અનુસાર ઉપરાજ્યપાલના કાર્યકાળ પર નવ દિવસનાં ધરણા બાદ કેજરીવાલની તબિયત વધારે બગડી છે. પ્રદર્શન દરમિયાન તેમનાં શુગરનું સ્તર વધી ગયું હતું કે ઇંસ્યુલીન લેવા છતા પણ તેની કોઇ જ અસર થઇ નહોતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે, શુગરનાં સ્તર પર નિયંત્રણ માટે અરવિંદ કેજરીવાલનાં દસ દિવસ માટે ગુરૂવારે બેંગ્લુરૂ રવાના થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ઉધરસની સમસ્યા માટે પહેલા પણ બેંગ્લુરૂમાં પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ઉપચાર કરાવી ચુક્યા છે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ માહિતી આપી કે શુગર લેવલનાં કારણે કેજરીવાલને સમસ્યા થઇ રહી છે. જો કે કેજરીવાલના બેંગ્લુરૂ જવાથી આઇએએસ અધિકારીઓ સાથે તેમની બેઠકોમાં વિલંબ થઇ શકે છે. 
મંગળવારે કેજરીવાલે પારણા કર્યા

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંત્રીઓની સાથે આઇએએસ અધિકારીઓની બેઠકમાં ભાગ લીધા બાદ ઉપરાજ્યપાલ કાર્યાલયમાં મંગળવારે પોતાની નવ દિવસના ધરણાના ઉપવાસ કર્યા છે. ઉપરાજ્યપાલ કાર્યાલયની બહાર આવવા અંગે આપ સમર્થકોએ કેજરીવાલનું સ્વાગત કર્યું અને ત્યાર બાદ હું તેમના આવાસ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં તેમણે પાર્ટીનાં કાર્યકર્તાઓનો સંબોધિત કર્યા હતા. 

કેજરીવાલે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, જો ઉપરાજ્યપાલે આઇએએસ અધિકારીઓની હડતાળને પ્રોત્સાહન આપ્યું તે ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે. આ ખુબ જ નાનકડી જીત છે. 99 ટકા આઇએએસ અધિકારીઓ ખુબ જ સારી છે. અમે વિજળી અને જળનાં ક્ષેત્રમાં ઘણું બધુ કર્યું છે અને અમે આ એકલા કરી શકીએ એમ નહોતા. પરંતુ કેટલાક અધિકારીઓએ વ્યક્તિગત્ત રીતે અમે જણાવ્યું કે તેમના પર આપ સરકારની સાથે કામ નહી કરવા માટે દબાણ કર્યું હતું. અમે આઇએએસ અધિકારીઓની હડતાળનાં મુદ્દે છેલ્લા ચાર મહિનાથી ચુપ હતા પરંતુ અમે આ મુદ્દાનો ઉકેલ કરવા ઇચ્છતા હતા એટલા માટે અમને લાગ્યું કે આ કેસ જનતા સામે લાવવામાં આવવો જોઇએ. દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની લડાઇ ચાલુ રાખશે.