હરિયાણામાં હલ્લાબોલ! કેજરીવાલનો રોડ શો, પંજાબના CM ભગવંત માન પણ જોડાશે
Arvind Kejriwal: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે કેજરીવાલ એન્ડ કંપનીની આમ આદમી પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે. જેલમૂક્તિ બાદ આજે પહેલીવાર અરવિંદ કેજરીવાલ જાહેર સભા સંબોધતા જોવા મળશે.
- હરિયાણામાં યોજાનાર છે વિધાનસભાની ચૂંટણી
- હરિયાણામાં ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસાર જોરમાં
- હરિયાણામાં આજે અરવિંદ કેજરીવાલનો રોડ શો
- જેલમૂક્તિ બાદ કેજરીવાલની હવે જનતા દરબારમાં
- પંજાબના સીએમ ભગવંત માન પણ ભાગ લેશે
- જાણો હરિયાણામાં કેજરીવાલના કાર્યક્રમની વિગતો
Haryana Assembly Election: જેલમૂક્તિ બાદ દિલ્લીના મુખ્યમંત્રી પદ પરથી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપી દીધું છે. કેજરીવાલનો ફોકસ હવે હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ પર છે. એજ કારણ છેકે, આજે હરિયાણામાં હલ્લાબોલ કરવા માટે ચૂંટણી સભા ગજવવા માટે કેજરીવાલે જબરદસ્ત તૈયારીઓ કરી લીધી છે. જેલમૂક્તિ બાદ આજે પહેલીવાર કેજરીવાલ પ્રજાની વચ્ચે જઈને સભા સંબોધશે. આ દરમિયાન તેઓ પાર્ટીના ઉમેદવાર આદર્શ પાલના સમર્થનમાં જગાધરીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ કેજરીવાલની સાથે આ રોડ શોમાં ભાગ લઈને ચૂંટણી પ્રચાર કરશે.
હરિયાણાની ચૂંટણીઓમાં આમ આદમીનો ઝંડો ફરકાવવા માટે કેજરીવાલે વિવિધ સભાઓ, બેઠકો અને ડોર ટુ ડોર વિજિટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરેલું છે. કેજરીવાલ લોકોની વચ્ચે જઈને આમ આદમી પાર્ટી માટે મત માંગશે. આગામી દિવસોમાં દિલ્લીમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. હરિયાણા બાદ કેજરીવાલનું ફોકસ ફરી દિલ્લીની ગાદી પર રહેશે. આમ જેલમૂક્તિ બાદ કેજરીવાલનો સમય એકદમ વ્યસ્ત રહેવાનો છે.
કહેવાય છેકે, કેજરીવાલની આ મુલાકાત માત્ર ચૂંટણી પ્રચારનો એક ભાગ નથી, પરંતુ આ તેમની પાર્ટીમાં જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ પણ છે. તેમની સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ હશે, જેઓ આ પ્રસંગે તેમની હાજરી ચિહ્નિત કરશે. ગત લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, ત્યારબાદ કેજરીવાલ હવે લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરશે. પાર્ટીનું માનવું છે કે તેઓ રોડ શો દ્વારા વધુને વધુ લોકો સાથે જોડવામાં સફળ થશે.
હરિયાણામાં કેજરીવાલનો રોડ શો-
કેજરીવાલનો રોડ શો જગાધરીના ઝંડા ચોકથી શરૂ થશે અને ઈન્દ્રા કોલોની સુધી જશે. આ પછી તે ડબવાલી, રાનિયા, ભિવાની, મહેમ, પુંડરી, કલાયત, રેવાડી, દાદરી, અસંધ, બલ્લભગઢ અને બદ્રમાં પણ પ્રચાર કરશે. આ સમયગાળા દરમિયાન, તેઓ 11 જિલ્લામાં 13 રોડ શો અને સભાઓનું આયોજન કરશે, જેના દ્વારા તેમની પાર્ટી માટે મત મેળવવાના પ્રયાસો કરવામાં આવશે.
મિશન હરિયાણા-
દિલ્હીના મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સીધા હરિયાણાની જનતાના દરબારમાં દેખાદેશે. કેજરીવાલ જેલમાં હતા ત્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સભ્યો સંદીપ પાઠક અને સંજય સિંહે હરિયાણામાં બે ડઝનથી વધુ રેલીઓ કરી હતી. હવે કેજરીવાલ ખુદ હરિયાણામાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરવા શુક્રવારથી અહીં આવી રહ્યા છે.
ચૂંટણીની રણનીતિ-
દિલ્હીની જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ કેજરીવાલે હવે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ અહીંની તમામ 90 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને પાર્ટી કેજરીવાલના નેતૃત્વમાં ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
હરિયાણામાં હલ્લાબોલની તૈયારીઓ-
મૂળ હરિયાણાના હિસાર જિલ્લાના સિવાની મંડીના ગામ ખેડાના કેજરીવાલ યમુનાનગર જિલ્લાના જગાધરી વિધાનસભા ક્ષેત્રમાં તેમનો પ્રથમ રોડ શો કરશે. જગધરી પછી, અરવિંદ કેજરીવાલ ડબવાલી, રાનિયા, ભિવાની, મેહમ, પુંડરી, કલાયત, રેવાડી, દાદરી, અસંધ, બલ્લભગઢ અને બધડામાં પ્રચાર કરશે. હાલમાં 11 જિલ્લામાં અરવિંદ કેજરીવાલના 13 કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. બાકીના જિલ્લાઓનો સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે. કેજરીવાલનો ભાર લોકો સાથે નજીકથી વાતચીત કરવા અને તેમનો સંદેશ તેમના સુધી પહોંચાડવા પર રહેશે. જાહેર સભાઓ અને રેલીઓને બદલે કેજરીવાલે તેમની ચૂંટણી ટીમને સંવાદ અને રોડ શોના કાર્યક્રમો તૈયાર કરવા કહ્યું છે.