નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) મંગળવારે કહ્યું કે, મને આનંદ છે કે ભારત બંધ (Bharat Bandh) સફળ રહ્યો. મે અંદર બેસીની પ્રદર્શન કરી રહેલા ખેડૂતો માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે આગળ કહ્યું કે, જો તેમને અટકાવવામાં ન આવ્યા હોત તો તેઓ પણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે ભારત બંધના સમર્થન કરવા માટે આતુર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ મંગળવારે સવારે આરોપ લગાવ્યો હતો કે, સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળ્યા બાદ દિલ્હી પોલીસે મુખ્યમંત્રી કેજરીવાલને નજરકેદ કરી દીધો છે. જો કે દિલ્હી પોલીસે આ આરોપોનું ખંડન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રખ્યાત સિંગર વહેંચી રહી છે ભજીયા, તમે પણ તેની સાથે ભજીયા ખાઇને પડાવી શકો છો સેલ્ફી

જેના કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં ઘરની બહાર હાઇવોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો. ઘરણામાં જોડાયેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ કહ્યું કે, તેમણે કેજરીવાલનાં આવાસમાં જવાની પરવાનગી આપવામાં આવી નહોતી. જો કે ત્યાર બાદ તેમને અંદર જવાની પરવાનગી મળી ચુકી હતી. આ ડ્રામાના કેટલાક કલાકો બાદ મુખ્યમંત્રી ઘરેથી બહાર આવ્યા અને પાર્ટીનાં સભ્યોને સંબોધિત કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube