ચંડીગઢ: આગામી વર્ષે પંજાબમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અત્યારથી કમર કસી રહી છે અને તે હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે છે. લુધિયાણામાં સીએમ કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું અને રાજ્યની જનતાને 6 મોટા વચન આપ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે જનતાને આપ્યા 6 મોટા વચન
1. પંજાબના દરેક વ્યક્તિને મફત અને સારી સારવાર
2. સારી દવાઓ, સારા ટેસ્ટ અને ઓપરેશન મફતમાં થશે
3. પંજાબના દરેક વ્યક્તિને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જે હેઠળ તમામ જાણકારીઓ હશે અને તેણે દરેક જગ્યાએ પોતાનો રિપોર્ટ લઈને ફરવાની જરૂર નહીં પડે. 
4. પંજાબના દરેક પિંડમાં મોહલ્લા ક્લિનિક એટલે કે પિંડ ક્લિનિક ખોલવામાં આવશે. રાજ્યમાં 16 હજાર પિંડ ક્લિનિક ખોલવામાં આવશે. 
5. તમામ સરકારી હોસ્પિટલોને ઠીક કરાશે. જ્યાં પ્રાઈવેટ હોસ્પિટલોની જેમ સારવાર અપાશે. 
6. રોડ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિની સારવારનો ખર્ચો સરકાર ઉઠાવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube