નવી દિલ્હી : છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રીના અધિકારો મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી અનિ બૈજલ સાથે મુલાકાત કરી હતી. અનિલ બૈજલ સાથે મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે તેમને દિલ્હીનાં કામોમાં સહયોગ કરવા અને સુપ્રીમ કોર્ટની તરફથી અપાયેલા દિશા - નિર્દેશનું પાલન કરવા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. ઉપરાજ્યપાલ સાથે મુલાકાત બાદ કેજરીવાલે કહ્યું કે, એલજીને મળીને આવી રહ્યો છું. મે જ્યારે તેમને કહ્યું કે, જજમેન્ટ બાદ તમામ ફાઇલ એલજી પાસે નહી જાય. શું તમે તે મુદ્દે સંમત છો ? ખુશીની વાત છે કે ઉપરાજ્યપાલ તે મુદ્દે સંમત થઇ ગયા હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ટ્રાન્સફર અને પોસ્ટિંગના મુદ્દે કેજરીવાલને નિરાશા સાપડી હતી. બીજો મહત્વનો મુદ્દો અધિકારીઓના ટ્રાન્સફર- પોસ્ટિંગનો હતો. તે અંગે ઉપરાજ્યપાલે માનવાનો ઇન્કાર કરી દીધો.બીજી તરફ કેજરીવાલ, તેમણે કહ્યું કે, હું તો ગૃહમંત્રાલયની વાત માનીશ. કેન્દ્રનો પ્રતિનિધિ છું. 



કેજરીવાલે કહ્યું કે, ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું થઇ રહ્યું હશે કે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટનાં આદેશ માનવાનો ઇન્કાર કરી  દીધો હોય. તેનાં કારણે તો અરાજકતા ફેલાઇ જશે. તે અગાઉ કેજરીવાલ સરકારે રેશનની હોમ ડિલિવરી યોજના ચાલુ કરવા અંગે દિશા - નિર્દેશ ઇશ્યુ કર્યો છે. આ યોજના ચાલુ કરવા માટે ઉપરાજ્યપાલની મંજુરી પણ નહોતી લેવામાં આવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ખાદ્ય આપૂર્તિ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ રેશન ગ્રાહકોને રેશનની હોમ ડિલીવરી કરવાની વ્યવસ્થા કરે. બીજી તરફ વિભાગનાં અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ યોજના પ્રગતિ અંગે તેમણે રોજ રિપોર્ટ રજુ કરે. આ અંગે તેમણે ટ્વીટ દ્વારા સામાન્ય લોકોને પણ માહિતી આપી.