મનિષ સિસોદીયાનો બચાવ કરવા કેજરીવાલે મેદાને, ભાજપે કહ્યું- જેલમાં જવાનું નક્કી
Arvind Kejriwal Press Conference: આબકારી કૌભાંડ મામલે સીબીઆઈએ આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘર સહિત દિલ્હી-એનસીઆરની 21 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામે આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરીને મનિષ સિસોદીયાનો બચાવ કર્યો.
Arvind Kejriwal Press Conference: આબકારી કૌભાંડ મામલે સીબીઆઈએ આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘર સહિત દિલ્હી-એનસીઆરની 21 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામે આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરીને મનિષ સિસોદીયાનો બચાવ કર્યો. બીજી બાજુ ભાજપના નેતાઓએ આબકારી કૌભાંડ અંગે મનિષ સિસોદીયાનું જેલમાં જવાનું નક્કી ગણાવતા એવો કટાક્ષ પણ કર્યો કે તેઓ સત્યેન્દ્ર જૈનની જેમ પોતાની યાદશક્તિ ન ગુમાવે.
દુનિયાભરમાં દિલ્હીના શિક્ષણ મોડલની ચર્ચા
અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં ન્યૂયોર્ક ટાઈમ્સ પેપર લઈને પહોંચ્યા અને મનિષ સિસોદિયાના વખાણ કરતા દુનિયાના સૌથી સારા શિક્ષણ મંત્રી ગણાવ્યા. તેમણે કહ્યું કે ન્યૂયોર્ક ટાઈમ્સમાં મનિષ સિસોદિયાનો ફોટો અને દિલ્હીના શિક્ષણ મોડલ અંગે ખબર છપાઈ છે.
નંબર બહાર પાડ્યો
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે એક નંબર પણ બહાર પાડ્યો અને દેશભરમાંથી લોકોને મિસ કોલ કરીને ભારતને નંબર વન બનાવવાની મુહિમમાં જોડાવવાની અપીલ કરી. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આજે એક નંબર બહાર પાડી રહ્યો છું. મિસ્ડ કોલ નંબર 9510001000, જે લોકો આ મિશનમાં સામેલ થવા માંગે છે, જે ભારતને દુનિયામાં નંબર વન રાષ્ટ્ર તરીકે જોવા માંગે છે તેમણે બધાથી શક્તિશાળી રાષ્ટ્ર અને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનવાના આ મિશનમાં જોડાવવું જોઈએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે મનિષ સિસોદીયાને દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષણમંત્રી જાહેર કરાયા, પરંતુ સીબીઆઈની એક ટીમ દરોડા પાડવા તેમના ઘરે પહોંચી. ન્યૂયોર્ક ટાઈમ્સના પહેલા પાના પર આવવું અને દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ લાવવી સરળ નહતી. તેમણે વધુમાં કહ્યું કે આ પહેલી દરોડા કાર્યવાહી નથી. મનિષ સિસોદીયા પર છેલ્લા 7 વર્ષમાં અનેકવાર દરોડા પડી ચૂક્યા છે. તેમના વિરુદ્ધ અનેક ખોટા કેસ દાખલ થયા હતા. મારા ઉપર પણ, સત્યેન્દ્ર જૈન ઉપર, કૈલાશ ગહેલોતના ત્યાં પણ દરોડા પાડ્યા પણ કશું મળ્યું નહીં. તેમને હજુ કશું મળશે નહીં. સીબીઆઈ પોતાનું કામ કરી રહી છે, ડરવાની જરૂર નથી. આપણે સીબીઆઈને તેમનું કામ કરવા દેવું જોઈએ. તેમને અમને પરેશાન કરવા માટે ઉપરથી આદેશ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube