નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ પાસે મળવાનો સમય માંગ્યો જેનાથી તે દિલ્હીમાં સત્તા ટકરાવ પર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાનો આગ્રહ કરી શકે. કેજરીવાલે કહ્યું કે આ ખૂબ ખતરનાક છે કે કેન્દ્ર સરકાર ઉપરાજ્યપાલને દિસ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે સત્તા ટકરાવ પર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવાની સલાહ આપી રહી છે. તેમણે ટ્વીટ કર્યું, ગૃહ મંત્રાલયે ઉપરાજ્યપાલને સલાહ આપી છે કે તે સુપ્રીમ કોર્ટના આદેશના તે ભાગને નજરઅંદાજ કરે જે ઉપરાજ્યપાલની શક્તિઓને માત્ર ત્રણ વિષયો સુધી સીમિત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખતરનાક છે કે કેન્દ્ર સરકાર ઉપરાજ્યપાલને માનનીય સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન ન કરવાની સલાહ આપી રહી છે. ઉપરાજ્યપાલની શક્તિઓમાં કાતર ફેરવતા કોર્ટના આદેશ બાદ પણ તેમના કાર્યાલય અને દિલ્હી સરકાર વચ્ચે સેવા વિભાગના નિયંત્રણને લઈને વિવાદ સતત બનેલો છે. 


કેજરીવાલ પર જવાબી હુમલો કરતા ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કહ્યું કે, ગૃહ મંત્રાલયની 2015ની આ અધિસૂચના સતત કાયદેસરની બનેલી છે કે સેવાઓ સંબંધી વિષય દિલ્હી વિધાનસભાના અધિકાર ક્ષેત્રની બહાર છે. આ સપ્તાહની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયના થોડી કલાકો બાદ દિલ્હી સરકાર કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગ માટે એક નવી વ્યવસ્થા લઈને આપી અને મુખ્યમંત્રીને મંજૂરી આપવાનો અધિકાર બનાવી દીધો હતો. 


પરંતુ સેવા વિભાગે તે કહેતા તેને માનવાનો ઈનકાર કરી દીધો કે સુપ્રીમ કોર્ટે 2015માં જારી અધિસૂચનાને રદ્દ કરી નથી જેનાથી બદલી અને પોસ્ટિંગ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો અધિકાર બનાવવામાં આવ્યો હતો.