સવર્ણોને અનામત મુદ્દે અરવિંદ કેજરીવાલનું મોદી સરકારને સમર્થન
કેન્દ્રીય મંત્રીમંડળને સામાન્ય શ્રેણીમાં આર્થિક રીતે પછાત વર્ગ માટે નોકરીઓ અને શૈક્ષણીક સંસ્થાઓમાં 10 ટકા અનામતને મંજુરી આપી છે
નવી દિલ્હી : આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે, તેમની પાર્ટી આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા ક્વોટા આપવા માટે સંવિધાન સંશોધન વિધેયક પર રાજગ સરકારનું સમર્થન કરશે. આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે તેના માટે સંસદનાં હાલનું સત્ર આગળ વધારવું જોઇએ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે તેમ પણ કહ્યું કે, જો આ મુદ્દે કેન્દ્ર પોતાનાં પગલા પાછા ખેંચે છે તો સંવિધાન સંશોધન વિધેયક માત્ર એક રાજકીય સ્ટંટ બની જશે.
લોકસભા ચૂંટણી પહેલા મોટો નિર્ણય લેતા સોમવારે કેન્દ્રીય મંત્રીમંડળે સામાન્ય શ્રેણીમાં આર્થિક રીતે પછાત વર્ગ માટે નોકરીઓ અને શૈક્ષણીક સંસ્થાઓમાં 10 ટકા અનામતને મંજુરી આપી છે. કેજરીવાલે ટ્વીટ કર્યું કે, સરકારને સંસદનાં સત્રને વધારવું જોઇએ અને તુરંત જ સંવિધાન સંશોધક વિધેયક લાવવું જોઇએ. નહી તો પછી સ્પષ્ટ થઇ જશે આ માત્ર રાજકીય સ્ટંટ છે.
આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહે કહ્યું કે, સરકારે ચૂંટણી પહેલા 10 ટકા અનામતનું સ્વાગત યોગ્ય ચૂંટણીનું વચન છોડી દીધું. આર્થિક રીતે પછાત સવર્ણ જાતીઓ માટે મોદી સરકારે 10 ટકા અનામતનું સ્વાગત યોગ્ય રાજકીય વચન આપી દીધું છે, એવા અનેક નિર્ણયો રાજ્યોમાં સમયાંતરે લેવામાં આવ્યા છે પરંતુ 50 ટકાથી વધારે અનામત અંગે કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે શું આ નિર્ણય પણ કોર્ટ પર પ્રતિબંધ લગાવવા માટેનું નાટક છે? તેમણે કહ્યું કે, સંવિધાન સંશોધન વિધેયક પસાર કરાવવા માટે સરકાર વિશેષ સત્ર બોલાવે, અમે સરકારનો સાથ આફીશું નહી તો આ માત્ર રાજકીય સ્ટંટ જ સાબિત થશે.