છેલ્લા 6 મહિનામાં LG સાહેબે મને જેટલા લવ લેટર લખ્યા છે, એટલા તો મારી પત્નીએ પણ નથી લખ્યાઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું, એલજી સાહેબ થોડા શાંત પડો અને તમારા સુપર બોસને પણ કહો શાંત રહે.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂવારે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખીને કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, એલજી સાહેબ મને રોજ જેટલી ઠપકો આપે છે એટલી મારી પત્ની પણ મને ઠપકો નથી આપતી. મુખ્યમંત્રી કેજરીવાલે આગળ ટ્વીટ કર્યું, છેલ્લા છ મહિનામાં એલજી સાહેબે મને જેટલા લવ લેટર લખ્યા છે, એટલા તો આખી જિંદગીમાં મારી પત્નીએ મને નથી લખ્યા. એલજી સાહેબ થોડુ ચિલ કરો. અને તમારા સુપર બોસને પણ કહો, થોડુ ચિલ કરે.
નોંધનીય છે કે હાલમાં ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખ્યો છે. તેમણે અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ દરમિયાન બે ઓક્ટોબરે યોજાયેલા કાર્યક્રમમાં ગેરહાજર રહેવાનો મુદ્દો ઉઠાવ્યો.
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પતિદેવોમાં ફફડાટ, લગ્ન કરશો તો હવે નઈ ચાલે લાલિયાવાડી
તેના પર આમ આદમી પાર્ટીએ પત્રનો જવાબ આપતા કહ્યું કે એલજીએ પ્રધાનમંત્રીના નિર્દેશ પર પત્ર લખ્યો છે. આપે કહ્યુ કે મુખ્યમંત્રીએ છેલ્લા ઘણા વર્ષોમાં હંમેશા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિના કાર્યક્રમોમાં ભાગ લીધો છે. રવિવારે તે ગુજરાતમાં હતા અને તેથી કાર્યક્રમમાં સામેલ થઈ શક્યા નહીં. એલજીએ પત્રનું કારણ સમજવુ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube