નવી દિલ્હી: ભારતીય સેનાએ 26 ફેબ્રુઆરીએ પુલવામામાં હુમલાના બદલો લેતા પાકિસ્તાન અઘિકૃત કાશ્મીર(પીઓકે)માં એર સ્ટ્રાઇક કરી આતંકીઓના રહેઠાણ પર હુમલો કર્યો હતો. જ્યારે, પાકિસ્તાની વિમાનો દ્વારા ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન દરમિયાન વીરતા પ્રદર્શન કરનારા વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવાર (1 માર્ચે) રાત્રે પાકિસ્તાનથી સ્વદેશ પાછો આવ્યો છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોકોએ ટ્વિટર પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ખરેખર, સીએમ કેજરીવાલનો એક વીડિયો પાકિસ્તાની મીડિયામાં છવાઇ ગયો છે. જેને લઇને કેજરીવાલ સતત ટ્રોલ થઇ રહ્યો છે.         


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ આપના નેતા કુમાર વિશ્વાસે પણ આ વીડિયોને લઇને કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. કુમાર વિશ્વાસે શાયરાના અંદાજમાં ટ્વિટ પર લખ્યુ કે, કહની હૈ એક બાત હમે, ઇસ વતન કે પહેરેદારો સે, સંભલ કે રહેના અપને ઘરમે છીપે ગદ્દારો સે.


 



 


બીજેપીનના નેતા અને પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આ વીડિયો શેર કરતા કહ્યું કે, ભારતના એક સીએમ પાકિસ્તાનની મીડિયામાં પોસ્ટર બોય બન્યા છે. આ સત્ય અત્યંત દુખદ છે.


 



 


આ ઘટનાને લઇને ટ્વિટર યુઝર અંકિતા સિંહે લખ્યું છે, કે પાકિસ્તાની મીડિયા હવે @ArvindKejriwalના નિવેદનને તેમની નિર્દોશતા હોવાનું દેખાવી રહી છે. અરવિદ કેજરીવાલ જી તમે તેમની રાજનીતિ અને વોટ બેંકમાં ચક્કરમાં પાકિસ્તાનમાં આખા દેશનું માથુ નીચે કરાવી દીધુ.


 



 



 



 


પાકિસ્તાની મીડિયામાં આરવિંદ કેજરીવાલના આ વીડિયો સતત વાયરલ થઇ રહ્યો છે. ખરેખર આ વીડિયોમાં કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા નજરે ચડી રહ્યા છે. આ વીડિયોમાં કેજરીવાલ કહી રહ્યા છે, કે 300 સીટો લાવવા માટે તમે કેટલા જવાન શહીદ કરાવશો. આ નિવેદન તેમણે દિલ્હી વિધાનસભાના સત્રમાં આપ્યું હતું.