મતદાન શરૂ થતાં જ અરવિંદ કેજરીવાલનું વિવાદિત ટ્વીટ, મહિલાઓ થઈ ગુસ્સે
કેજરીવાલના ટ્વીટ બાદ મોટી સંખ્યામાં મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહી છે, જેમાં મોટા ભાગની મહિલાઓએ મુખ્યપ્રધાનનો વિરોધ કર્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે 70 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તો સીએમ અરવિંદ કેજરીવાલના ટ્વીટને લઈને વિવાદ ઉભો થયો છે. કેજરીવાલે આ ટ્વીટમાં મહિલા મતદાતાને અપીલ કરી છે કે તે પુરૂષો સાથે ચર્ચા જરૂર કરે કે આજે મત કોને આપવો છે.
મતદાન શરૂ થતા કેજરીવાલે ટ્વીટ કર્યું, 'બધી મહિલાઓને ખાસ અપીલ- જેમ તમે ઘરની જવાબદારી ઉઠાવો છો, તેમ દેશ અને દિલ્હીની જવાબદારી તમારા ખભા પર છે. તમે બધી મહિલાઓ મત આપવા જરૂર જાવ અને તમારા ઘરના પુરૂષોને પણ લઈ જાવ. પુરૂષો સાથે ચર્ચા જરૂર કરો કે મત કોને આપવો યોગ્ય રહેશે. આ ટ્વીટ બાદ મોટી સંખ્યામાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube