નવી દિલ્હી: દેશમાં વધતા જતા કોરોના વાયરસ (Corona Virus)ના દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતાં રાજ્ય સરકારો સાવધાની વર્તી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) એ રવિવારે કહ્યું હતું કે કોરોના વાયરસને લઇને અમારી મીટિંગ થઇ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી દિલ્હીના પોતાના ત્રણ કેસ છે અને એક જ તપાસ ચાલી રહી છે. પહેલો કેસ 105 લોકોના સંપર્કમાં આવ્યો હતો, બીજો 168 લોકોના સંપર્કમાં આવ્યો, ત્રીજો 64 લોકોના. જે-જે લોકોના સંપર્કમાં આ ગત 14 દિવસોમાં આવેલા તેમને અમે આઇસોલેટ કરી રહ્યા છીએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ કોંફ્રેસમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આદેશ કરી દીધા છે કે મેટ્રો, બસ અને હોસ્પિટલોને દરરોજ ડિસિંફેક્ટ (કિટાણુમુક્ત) કરવામાં આવે. સ્વસ્થ્ય લોકોને માસ્ક પહેરાવવાની કોઇ જરૂર નથી. 


કેંદ્વીય મંત્રી સાથે કરશે મુલાકાત
કેજરીવાલે કહ્યું કે સોમવારે 1 વાગે અમારી કેંદ્વીય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે મીટિંગ છે. અમે તેમને અનુરોધ કરીશું કે જે વાયરસથી પ્રભાવિત દેશ છે તેમની અવર જવર પર બેન કરી દેવામાં આવે. 


ગભરાશો નહી
તેમણે કહ્યું કે સ્વસ્થ્ય લોકો માસ્ક પહેરવાની જરૂર નથી. અમે કોરોના વાયરસ સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ગભરાવવાની જરૂર નથી. 


હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના વાયરસ રોગીઓ માટે 25 હોસ્પિટલોમાં 168 આઇસોલેશન વોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમણે દિલ્હીના લોકોને અપીલ કરી છે કે જો તમરા પડોશી અથવા જનાર કોઇપણ વ્યક્તિ ગત 14 દિવસોમાં વિદેશથી પરત ફર્યા છે તો કૃપયા સરકરને સૂચિત કરે. 


ભારતમાં કોરોના વાયરસના 39 દર્દી
તમને જણાવી દઇએ કે કેરલ બાદ હવે તમિલનાડુમાં કોરોના વાયરસના એક નવા દર્દીની પુષ્ટિ થઇ છે. આ પહેલાં રવિવારે કેરલમાં કોરોના વાયરસના પાંચ નવા દર્દીઓની પુષ્ટિ થઇ હતી. ભારત અત્યાર સુધી કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 39 થઇ ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube