ભારતનું એક એવું શહેર જ્યાં 21 વર્ષીય છોકરી બની શકે છે દેશની સૌથી યુવા મેયર
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (MCP)એ 21 વર્ષીય આર્યા રાજેન્દ્રને મેયર ઉમેદવાર તરીકે પસંદ કરી છે. પાર્ટીની જિલ્લા સમિતિ અને રાજ્ય સમિતિએ તેની ઉમેદવારીને મંજૂરી આપી છે. આર્યા રાજેન્દ્ર વીએસસી ગણિતની વિદ્યાર્થીની છે અને પાર્ટીની છલા ક્ષેત્ર સમિતિની સભ્ય છે
તિરૂવનંતપુરમ: માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (MCP)એ 21 વર્ષીય આર્યા રાજેન્દ્રને મેયર ઉમેદવાર તરીકે પસંદ કરી છે. પાર્ટીની જિલ્લા સમિતિ અને રાજ્ય સમિતિએ તેની ઉમેદવારીને મંજૂરી આપી છે. આર્યા રાજેન્દ્ર બીએસસી ગણિતની વિદ્યાર્થીની છે અને પાર્ટીની છલા ક્ષેત્ર સમિતિની સભ્ય છે.
આ પણ વાંચો:- TRP કૌભાંડ: BARCના રિપોર્ટ બાદ થઈ ગુનાની પુષ્ટી, ત્રણ રીતે થતી હતી Data સાથે છેડછાડ
દેશની સૌથી યુવા મેયર હશે આર્યા રાજેન્દ્ર
આર્યા રાજેન્દ્ર (Aarya Rajendran) દેશની સૌથી નાની ઉંમરની મેયર હશે. એમસીપી (MCP) નેતૃત્વની ઉમેદવાર છે કે, હવે શિક્ષિત મહિલાઓના નેતૃત્વની ભૂમિકામાં સામે આવશે.
આ પણ વાંચો:- વિમાનમાં પાયલટ પાસે કુહાડી કેમ હોય છે? જાણીને તમારા હોશ ઉડી જશે
કેરળ નાગરિક ચૂંટણીઓની વર્તમાન સ્થિતિ
પાર્ટીએ હાલમાં જ પૂર્ણ થયેલી સ્થાનિક નિકાય ચૂંટણીમાં 100 સભ્યોની કાઉન્સિલમાં 51 બેઠકો જીતી છે. ભાજપ અહીં 35 બેઠકો સાથે મુખ્ય વિપક્ષી પક્ષ છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફને 10 કાઉન્સિલરો સાથે ત્રીજા ક્રમે રાખવામાં આવ્યા છે. કોર્પોરેશનમાં ચાર સ્વતંત્ર કાઉન્સિલરો છે.
આ પણ વાંચો:- PM મોદીનો સવાલ, 'દેશના ખેડૂતોને આટલા અધિકાર મળી રહ્યા છે તેમાં ખોટું શું છે?'
યુવાન પ્રતિભાને પોતાના પર છે વિશ્વાસ
આર્ય રાજેન્દ્રને મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતાં કહ્યું કે, 'આ પાર્ટીનો નિર્ણય છે અને હું તેનું પાલન કરીશ. ચૂંટણી દરમિયાન, લોકો મને પસંદ કરતા હતા કારણ કે હું એક વિદ્યાર્થી છું અને લોકો એક શિક્ષિત વ્યક્તિને તેમના પ્રતિનિધિ તરીકે ઇચ્છતા હતા. હું મારું ભણતર ચાલુ રાખીશ અને મેયર તરીકેની ફરજો સંભાળીશ.
આ પણ વાંચો:- PM મોદીએ ખેડૂતો સાથે કર્યો સંવાદ, 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા 18 હજાર કરોડ રૂપિયા
વર્ષ 2020ની સૌથી યુવા ઉમેદવાર
આર્ય રાજેન્દ્રને નાગરિક ચૂંટણીમાં મુડાવનમુગલ બેઠક જીતી હતી. તેમણે યુડીએફના ઉમેદવાર શ્રીકાલાને 2872 મતોથી હરાવ્યો હતો. આર્ય 2020ના નાગરિક ચૂંટણી માટે સૌથી યુવા ઉમેદવાર પણ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube