Drugs Case: મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા સમીર વાનખેડે, 25 મિનિટ સુધી ચાલી બેઠક
Aryan Khan Drugs Case: ડ્રગ્સ કેસમાં ચર્ચામાં આવેલા એનસીબીના ડોઝલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આજે મુંબઈ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી છે.
નવી દિલ્હીઃ Aryan Khan Drugs Case: એન્ટી ડ્રગ્સ એજન્સી NCB ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આજે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાલે સાથે મુલાકાત કરી છે. બંને ઓફિસરો વચ્ચે આશરે 25 મિનિટ બેઠક ચાલી છે. સૂત્રો પ્રમાણે કાસ્ટ સર્ટિફિકેટ સાથે જોડાયેલી તપાસના સંદર્ભમાં સમીર વાનખેડેને બોલાવવામાં આવ્યા હતા.
મુંબઈ પોલીસની SIT ડ્રગ્સ મામલામાં થયેલી કથિત વસૂલીની તપાસ કરી રહી છે. તો મુંબઈ પોલીસની બીજી ટીમ તેમના કાસ્ટ સર્ટિફિકેટ સાથે જોડાયેલી વિગતની તપાસ કરી રહી છે. એનસીબીની વિજિલેન્સ ટીમ પણ વસૂલીના આરોપની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ અશોક ગેહલોતે મંચ પરથી જોશમાં પૂછ્યો એવો સવાલ, જવાબ સાંભળીને મુશ્કેલીમાં મુકાયા CM
મહત્વનું છે કે સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે બે ઓક્ટોબરે ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને ડ્રગ્સ રાખવાના આરોપમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા, અરબાઝ મર્ચેન્ટ અને અન્યને કસ્ટડીમાં લીધા હતા. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાના મુખ્ય સાક્ષી પ્રભાકર સૈલે સમીર વાનખેડે પર કેપી ગોસાવીની સાથે મળીને વસૂલોનો આરોપ લગાવ્યો હતો.
આટલું જ નહીં, મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે પણ ડ્રગ્સ સંબંધિત ઘણા કેસનો ઉલ્લેખ કરીને વાનખેડે પર વસૂલીનો આરોપ લગાવ્યો છે. તેમજ મલિકે આરોપ લગાવ્યો છે કે વાનખેડેના પિતાએ ઈસ્લામ અંગીકાર કર્યો છે. પરંતુ વાનખેડેને અનુસૂચિત જાતિના ક્વોટામાંથી સરકારી નોકરી મળી, જે મુસ્લિમ વ્યક્તિને મળી શકતી નથી. આ એક છેતરપિંડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube