મુંબઈ: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન (Aryan Khan Bail Conditions) મળ્યા બાદ હવે તેની મુક્તિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ઓપરેટિવ ઓર્ડર જાહેર કરીને આર્યનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન આપ્યા હતા. શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગ્યે કોર્ટમાંથી ઓર્ડર કોપી (આર્યન ખાન ઓર્ડર કોપી) પણ જાહેર કરવામાં આવી છે. આર્યન ખાનને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જસ્ટિસ નીતિન સાંબ્રેની કોર્ટે ત્રણેય આરોપીઓના જામીનમાં 14 શરતો પણ ઉમેરી છે. આગળ વાંચો, ઓર્ડરની નકલમાં શું લખ્યું છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજદાર આરોપી નંબર 1 - આર્યન શાહરૂખ ખાન, આરોપી નંબર 2 - અરબાઝ એ. મર્ચન્ટ અને આરોપી નંબર 3 - મુનમુન અમિત કુમાર ધામેચાને NDPS એક્ટ હેઠળ સજાપાત્ર ગુના માટે 2021ના સીઆર નંબર 94માં મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 1985 નીચેની શરતો પર જાય છે.


1. દરેક અરજદાર/આરોપીઓએ રૂ. 1 લાખના વ્યક્તિગત બોન્ડ ભરવાના રહેશે.


2. અરજદાર/આરોપીઓ કોઈ પણ એવી ગતિવિધિમાં સામેલ નહીં થઈ શકે, જે એનડીપીએસ એક્ટર વિરુદ્ધ છે અને તેના આધારે સીઆર હેઠળ તેમના વિરુદ્ધ ગુનાઓ માટે કેસ દાખલ છે.


3. અરજદાર/આરોપીનો આ બાબતે કોઈપણ સહ-આરોપી અથવા એવી વ્યક્તિની સાથે કોઆ પણ પ્રકારનો કોઈ સંપર્ક રાખી શકશે નહીં, જે સીધી રીતે પરોક્ષ રૂપથી આ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ છે.


4. અરજદાર/આરોપીઓ કોઈ એવું કામ કરશે નહીં જે કોર્ટની કાર્યવાહી અને તપાસને પ્રભાવિત કરે.


5. અરજદાર/આરોપીઓ ના તો જાતે અને ના તો કોઈ બીજા દ્વારા સાક્ષી અને પુરાવા સાથે છેડછાડ કરવાની કોશિશ કરશે.


5. અરજદાર/આરોપીઓએ પોતાનો પાસપોર્ટ તાત્કાલિક સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે.


7. અરજદાર/આરોપીઓ સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વિશે કોઈ પણ પ્રકારનું નિવેદન કોઈ પણ રૂપથી મીડિયા સમક્ષ રજૂ કરી શકશે નહીં. પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયાની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ તેની સાથે જોડાયેલી કોઈ વાત લખવી કે કહેવી નહીં.


8. અરજદાર/આરોપી પરમિશન વગર NDPS સ્પેશિયલ ન્યાયાધીશના આદેશ વિના દેશ છોડી શકશે નહીં.


9. જો અરજદાર/આરોપીને ગ્રેટર મુંબઈથી બહાર જવાનું થાય, તો તેમણે સૌથી પહેલા કેસની તપાસ કરનાર અધિકારીને તેની સૂચના આપવાની રહેશે. સાથે સાથે જ્યાં પણ જઈ રહ્યા છે, તેની પુરેપુરી યોજના અધિકારીને જણાવવાની રહેશે.


10. અરજદાર/આરોપીઓને દર શુક્રવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે NCBની મુંબઈ ઓફિસમાં હાજરી આપવાની રહેશે.


11. અરજદાર/આરોપીઓને કેસ સાથે જોડાયેલી કોર્ટની દરેક કાર્યવાહીમાં સામેલ થવાનું રહેશે.  જ્યા સુધી કોઈ ખાસ કારણ ના હોય, છૂટછાટ નહીં મળે.


12. અરજદાર/આરોપીઓએ તપાસમાં સહયોગ કરવાનો રહેશે. જ્યારે પણ તેમણે NCBનું સમન્સ પાઠવવામાં આવે છે, ત્યારે તેમણે રજૂ થવું પડશે.


13. જ્યારે કેસની ટ્રાયલ શરૂ થશે ત્યારે અરજદાર/આરોપી કોઈ પણ રૂપથી કેસમાં ટ્રાયલમાં વિલંબ કરવાનો પ્રયાસ કરશે નહીં.


14. જો અરજદાર/આરોપી આમાંની કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરે છે, તો NCB સીધા જ સ્પેશિયલ જજ/કોર્ટમાં જામીન રદ કરવા માટે અપીલ કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube