નવી દિલ્હી: કહે છે કે ઉપરવાળાની મહિમા અપરમ પાર છે. ભગવાન અંગે અનેકવાર સાંભળ્યું હશે, પૂજા પણ કરી હશે પરંતુ શું ક્યારેય કોઈ ભગવાનની પ્રતિમાના હાવભાવ બદલાતા જોયા છે? સાંભળવામાં થોડું અજીબ જરૂર છે, પરંતુ તે બિલકુલ સત્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતા દુર્ગાની પ્રતિમાનો આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 45 સેકન્ડનો આ વીડિયો જોઈને દરેક જણ ને નવાઈ લાગે છે. કારણ કે જેમ જેમ આરતી આગળ વધે છે તેમ તેમ માતાના ચહેરાના હાવભાવ બદલયા કરે છે. જુઓ VIDEO



સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સામે પૂજારી છે જે માતાની આરતી ઉતારી રહ્યાં છે. ખાસ વાત એ છે કે આરતીની રોશની જેમ જેમ ઘૂમે છે તેમ તેમ માતાના ચહેરાના ભાવ બદલાય છે. લોકો આશ્ચર્યચકિત થાય છે. આ વીડિયોને ટ્વીટર પર @mechirubhat નામના યૂઝરે શેર કર્યો છે. વીડિયોમાં પ્રતિમાના ચહેરાના હાવભાવ લાઈટ રિફ્લેક્શન એટલે કે પ્રકાશ પ્રતિબિંબનું જબરદસ્ત ઉદાહરણ છે.