નવી દિલ્હી :ભગવાનના ચમત્કાર અનેકવાર જોવા મળતા હોય છે. આવા ચમત્કાર કેટલાકને અનુભવાય છે, ત્યારે ભગવાનની મહિમાનો ખરો પરચો થાય છે. પણ શું તમે ક્યારેય ભગવાનની પ્રતિમાના હાવભાવ બદલતા જોયા છે. સાંભળવામાં થોડુ અજીબ લાગે, પણ આ બિલકુલ સત્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી માટે આ વર્ષ ખરાબ રહ્યું, એક જ વર્ષમાં ગુમાવ્યા 3 મુખ્યમંત્રી


મા દુર્ગાની પ્રતિમાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. 45 સેકન્ડ્સનો આ વીડિયો જોયા બાદ દરેક કોઈ હેરાન છે. કેમ કે, જેમ જેમ આરતી આગળ વધી રહી છે, તેમ-તેમ માતાના ચહેરાના હાવભાવ બદલતા રહે છે. જુઓ VIDEO...



સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પૂજારી માતાની આરતી ઉતારી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, આરતીની રોશની જેમ જેમ માતાના ચહેરા પર ફરે છે, તેમ તેમ માતાના ચહેરાના હાવભાવ પણ બદલાય છે. લોકો આ જોઈને હેરાન રહી જાય છે. સાથે જ પ્રતિમા બનાવનારા કલાકારોના પણ વખાણ કરી રહ્યાં છે. આ વીડિયોને ટ્વિટર પર @mechirubhat નામના યુઝરે શેર કર્યો છે. વીડિયો 3 ઓગસ્ટ સવારે 11.30 કલાકે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો 58.1k વાર દેખાઈ ચૂક્યો છે. જ્યારે કે, 3.3k થી વધુ વાર રિટ્વિટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં પ્રતિમાના ચહેરાના બદલતા હાવભાવ લાઈટ રિફલેક્શન એટલે કે પ્રકાશ પ્રતિબિંબનું જબરદસ્ત ઉદાહરણ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :