અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા અંગે શું કહ્યું અસદુદ્દીન ઓવૈસીએ?
સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં શનિવારે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર બનશે અને મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન અલગથી આપવામાં આવશે.
હૈદરાબાદઃ એઆઈએમઆઈએમના નેતા અને હૈદરાબાદના સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, તેઓ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે સહમત નથી. 'બંધારણમાં અમે પુરેપુરો વિસ્વાસ ધરાવીએ છીએ, અમે કાયદાકીય હક માટે લડ્યા હતા અને અમને પાંચ એકર જમીન દાનમાં જોઈતી નથી.' ઓવૈસીએ જણાવ્યું કે, મુસલમાનોએ પાંચ એકર જમીનની ઓફર ફગાવી દેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં શનિવારે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર બનશે અને મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન અલગથી આપવામાં આવશે.
Ayodhya Verdict: અયોધ્યા મુદ્દે સૌથી મોટો ચુકાદો...જાણો કોને શું મળ્યું?
સુપ્રીમ કોર્ટના ચૂકાદાની ખાસ વાતો
- મુસ્લિમો પોતાનાં પુરાવા સાબિત કરી શક્યા નથી કે વિવાદિત જમીન પર તેમનો જ એકાધિકાર હતો.
- મુખ્ય ન્યાયાધિશે કહ્યું કે, "ખોદકામમાં ઈસ્લામિક માળખાના પુરાવા મળ્યા નથી."
- પુરાતત્વ વિભાગનો રિપોર્ટ ફગાવી શકાય નહીં. પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં 12મી સદીના મંદિરના પુરાવા મળ્યા છે.
- વિવાદિત જમીનના ભાગલા પાડી શકાય નહીં.- મુખ્ય ન્યાયાધિશ
- પૂરાતત્વ વિભાગના રિપોર્ટથી એ સાબિત થાય છે કે મસ્જિદ ખાલી જગ્યા પર બનાવાઈ ન હતી.
જુઓ LIVE TV...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube