નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મિસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન માટે પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માની ધરપકડની માંગકરી છે. તેણે કહ્યું કે, તેની વિરુદ્ધ ભારતના કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ. ઓવૈસીએ કહ્યુ કે નૂપુર શર્માને એક મોટા નેતા તરીકે રજૂ કરવામાં આવશે અને તે દિલ્હીના મુખ્યમંત્રી પદની દાવેદાર પણ બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા સાંસદ ઓવૈસીએ કહ્યુ કે, ભાજપ નૂપુર શર્માની સુરક્ષા કરી રહી છે. તેમણે તેલંગણાના મુખ્યમંત્રીને તેની ધરપકડ કરી તેલંગણા લાવવાનું પણ કહ્યું છે. એઆીએમઆઈએમ ચીફે કહ્યું- ભાજપ નૂપુર શર્માની રક્ષા કરી રહી છે. અમે પીએમને અપીલ કરી રહ્યાં છીએ અને તે એકપણ શબ્દ બોલતા નથી. એઆઈએમઆઈએમે ફરિયાદ કરી છે અને એક એફઆઈઆર દાખલ થઈ છે. હું આ રાજ્યના સીપી અને સીએમને દિલ્હી પોલીસ મોકલવા કહુ છું અને નૂપુર શર્માને અવીં લાવવામાં આવે. તમારે તેને (નૂપુર શર્મા) ને અહીં લાવવી જોઈએ. 


બુલડોઝર કાર્યવાહીને લઈને ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું- અલ્હાબાદમાં આફરીન ફાતિમાનું ઘર તોડવામાં આવ્યું, તમે કેમ ઘર ધરાશાયી કર્યું? કારણ કે તેના પિતાએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પ્રાકૃતિક ન્યાયનો સિદ્ધાંત બંધારણની મૂળ રચના છે. કોણ નક્કી કરશે/ કોર્ટ નક્કી કરશે કે તેમે ખોટુ આયોજન કર્યું કે નહીં. અદાલત ન્યાય કરશે અને કોર્ટ તેની પત્ની અને બાળકોને સજા નહીં આપે.


આ પહેલાં મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા નસીમ ખાને પણ ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને ભાજપમાંથી બહાર કરાયેલા નેતા નવીન કુમાર જિંદલની તત્કાલ ધરપકડની માંગ કરી છે. નૂપુર શર્માએ જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ચર્ચા દરમિયાન એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ પ્રત્યે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. શર્મા અને જિંદલ તરફથી કરવામાં આવેલી ટિપ્પણીને લઈને પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પ્રદર્શન શરૂ થઈ ગયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube