અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમના ચુકાદા અંગે ઓવૈસીએ આપી તીખી પ્રતિક્રિયા
અયોધ્યાના રામ મંદિર- બાબરી મસ્જિદ અંગેના એક વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે સજા ફટકારી હતી
નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર - બાબરી મસ્જીદ વિવાદના એક કિસ્સામાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અંગે ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ તીથી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ કહ્યું કે, જો આ કેસ મોટી સંવૈધાનિક બેન્ચને મોકલવામાં આવ્યો હોત તો સારુ થશે. મને આશંકા છે કેઆ દેશની ધર્મનિરપેક્ષતાના દુશ્મન સુપ્રીમ કોર્ટનાં આ ચુકાદાનો ઉપયોગ કરીને પોતાનાં વિચારધારાત્મક ઉદ્દેશ્યોને પુરા કરવા માટે કરશે.
સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ અંગે મોટો ચુકાદો આપ્યો
અયોધ્યાના રામ મંદિર - બાબરી મસ્જીદ વિવાદ સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચુકાદો આપ્યો હતો. ત્રણ જજોની બેન્ચમાં સૌથી પહેલા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તથા જસ્ટિસ અશોક ભૂષણે સંયુક્ત ચુકાદો આપ્યો હતો.
ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ભૂષણ બાદ જસ્ટિસ અબ્દુલ નઝીરે તેમનાં ચુકાદા અંગે અસંમતી વ્યક્ત કરી હતી. રામ જન્મભુમિ બાબરી -મસ્જીદ માલિકી હક વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનાં 1994નાં ચુકાદા પર મોટી પીઠ દ્વારા પુનર્વિચાર કરવાની માંગ મુદ્દે દાખલ અરજી અંગે ગુરૂવારે ચુકાદામાં ઘણી મહત્વની વાટો ટાંકી હતી.