રમઝાનને ધ્યાને રાખી શુક્રવારે મતદાન નહી ચૂંટણી પંચની સ્પષ્ટતા, ઓવૈસીએ કહ્યું બે પર્વોની સાથે ઉજવણી
ઓવૈસીએ કહ્યું કે, રમઝાન દરમિયાન શું મુસલમાનો કામ નથી કરતા ? તો પછી મતદાન મુદ્દે આટલો વિવાદ શા માટે કરાઇ રહ્યો છે ?
નવી દિલ્હી : રમજાનમાં મતદાન મુદ્દે ચૂંટણી પંચે પોતાની પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે, કોઇ પણ શુક્રવારે કે તહેવારનાં દિવસે મતદાન નથી. પંચે કહ્યું કે રમઝાનનાં સમગ્ર મહિનો જ ચૂંટણી ન થાય તેવું શખ્યન થી. ચૂંટણી પંચે જણાવ્યું કે, ચૂંટણી પંચનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે અનેક પાર્ટીઓ રમજાનમાં મતદાન થવાનાં નિર્ણયનો વિરોધ કરી રહી છે.
ચૂંટણી પંચે કહ્યું કે, 2 જુન પહેલા નવી સરકારની રચના જરૂરી હતી. એવામાં તેને ટાળી શકાય નહી. સાથે જ એક મહિના સુધી ચૂંટણી ન યોજના એવુ પણ શક્ય નહોતું. એટલા માટે પંચે તે બાબતનો ખાસ ખ્યાલ રાખ્યો છે કે કોઇ પણ શુક્રવાર અથવા કોઇ પણ ધાર્મિક ફેસ્ટિવલ દરમિયાન મતદાન ન થાય. ચૂંટણી પંચનું કહેવું છે કે અમારી પાસે આ તારીખોને બદલવા અથવા ચૂંટણી સમયમાં પરિવર્તન કરવાનો વિકલ્પ જ નહોતો.
માયાવતીનો વ્યંગ: અચ્છે દિન ભુલીને રાષ્ટ્રવાદ મુદ્દે ધમપછાડા કરી રહ્યું છે BJP
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં મતદાનની તારીખો રમઝાન મહિના દરમિયાન આવે છે. એવામાં મુસ્લિમ નેતાઓ અને મૌલાનાઓએ ચૂંટણી પંચની મંશા પર સવાલ ઉઠાવ્યા છે. એટલું જ નહી તેમણે આ તારીખોમાં પરિવર્તનની પણ માંગ કરી છે.
ઓવેસીએ કહ્યું કોઇ સમસ્યા નથી
બીજી તરફ એઆઇએણઆઇએમ નેતા અસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, રમઝાન દરમિયાન મતદાનથી કોઇ જ સમસ્યા નથી. તેમણે સવાલિયા લહેજામાં પુછ્યું કે, શું રમઝાન દરમિયાન મુસલમાનો કામ નથી કરતા ? તેણે કહ્યું કે, તે રમઝાનમાં ચૂંટણીનું સ્વાગત કરે છે. રમઝાનનાં રોજા પણ રહેશે અને મતદાન પણ કરશે. રમઝાનથી મતદાન પર કોઇ જ અસર નહી પડે.આના પર રાજનીતિ ન થવી જોઇએ. તે બિનજરૂરી વિવાદ પેદા કરવાનું કાવત્રું છે. તમને રમઝાન વિશે માહિતી છે ?