હૈદરાબાદઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus) વચ્ચે લોકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. સંકટના આ સમયમાં લોકો એકબીજાની મદદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા એક મોટુ માધ્યમ બનેલું છે, જેના દ્વારા લોકો મદદ માંગી રહ્યાં છે અને મદદ કરી રહ્યાં છે. પરંતુ હૈદરાબાદમાં એક ટ્વિટર યૂઝરે રાજ્ય મંત્રી KTR પાસે એકી મદદ માંગી કે મંત્રી પણ ચોંકી ગયા. આ ટ્વીટ વાયરલ થયા બાદ હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ તેના પર કોમેન્ટ કરી છે.


બિરયાની પ્રેમી ટ્વિટર યૂઝરે કરી આ ફરિયાદ
હકીકતમાં તેલંગણામાં એક અનોખો મામલો સામે આવ્યો. તેલંગણાના બિરયાની પ્રેમે થોટાકુરી રઘુપતિ નામના ટ્વિટર યૂઝરે હૈદરાબાદી બિરયાનીને લઈને પોતાના વ્યથિત મનથી ઝોમેટો (Zomato) અને અને કેટી રામા રાવ (KTR) ને પોતાની પરેશાની વિશે ટ્વીટ કર્યુ. રઘુપતિએ ઝોમેટો અને કેટીઆરને ટેગ કરતા લખ્યુ કે- મેં એક્સ્ટ્રા મસાલા અને લેગ પીસની સાથે ચિકન બિરયાનીનો ઓર્ડર કર્યો હતો, પરંતુ મને તેમાંથી કંઈ મળ્યું નથી, શું આ લોકોની સેવા કરવાની રીત છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube