નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 પછી હવે ઈંગ્લેન્ડમાં એશેઝ (ASHES 2019)ની તૈયારીઓ ચાલી રહી છે. 1 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ ફેમસ ટેસ્ટ શ્રેણી માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. એશેઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ સફેદ ડ્રેસમાં તો હશે જ, પરંતુ આ શ્રેણીમાં તેમની પીઠ પર તેમનું નામ અને ટીશર્ટનો નંબર પણ હશે. વનડે અને ટી-20માં તો ઘણા સમય પહેલાં ખેલાડીઓની ટીશર્ટના પાછળના ભાગમાં તેમનું નામ અને નંબર લખવાનું શરૂ થયું હતું. ટેસ્ટ ક્રિકેટમાં હવે શરૂ થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાથી ચાલતી હતી તૈયારી 
આ વર્ષની શરૂઆતમાં આવેલા રિપોર્ટમાં કહેવાયું હતું કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી એસેઝ શ્રેણી ટેસ્ટ ક્રિકેટની કિટમાં આધુનિક્તા લાવશે. ટેસ્ટ ક્રિકેટમાં થઈ રહેલા આ પરિવર્તન બાબતે પ્રશંસકોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ બાબતે વાંધો ઉઠાવી રહ્યા છે તો વળી કેટલાકને આ એક નિરર્થક કવાયત લાગી રહી છે. 


ICC આવકારદાયક નિર્ણય: સ્લો ઓવર રેટ માટે કેપ્ટન નહી દંડાય


શું જો રૂટની જર્સીનો નંબર?
ઈંગ્લેન્ડ ક્રિકેટના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની ટીશર્ટનો નંબર સાથેનો ફોટો શેર કરાયો છે. આ ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે કે, 'ટેસ્ટ શર્ટ્સની પાછળ નામ અને નંબર.' આ ટ્વીટમાં જો રૂટનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેની ટીશર્ટ પાછળ 66 નંબર લખેલો છે. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...