Congress President Election 2022:  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સોનિયા ગાંધીની આજે થનારી બેઠક હવે સાંજ સુધી ટળી શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ગેહલોતે અધ્યક્ષ બનતા પહેલા મુખ્યમંત્રી પદ છોડવાની ના પાડી દીધી છે. સૂત્રોનું માનવું છે કે મુકુલ વાસનિક હાઈકમાનનો મેસેજ લઈને ગેહલોત પાસે આવ્યા હતા કે તેમણે નોમિનેશન પહેલા મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની જાહેરાત કરવી પડશે. પરંતુ ગેહલોતે આ શરત માનવાની ના પાડી દીધી છે. આથી હવે સોનિયા ગાંધી અને અશોક ગેહલોતની બેઠકનો સમય બદલાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધા વચ્ચે એ નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. ગુરુવારે દિલ્હીમાં તેમણે કહ્યું કે હું આજે મારું નામાંકન ફોર્મ (કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે) લઈને આવ્યો છું અને કદાચ કાલે ભરીશ. અત્રે જણાવવાનું કે લોકસભા સભ્ય શશિ થરુર 30 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદની ચૂંટણી માટે નામાંકન દાખલ કરશે. 


કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેર કાર્યક્રમ મુજબ નોટિફિકેશન 22 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવ્યું અને નામાંકન પત્ર દાખલ કરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ. જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. નામાંકન પત્ર પાછું ખેચંવાની છેલ્લી તારીખ આઠ ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવાર હોવાની સ્થિતિમાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરના રોજ જાહેર કરાશે. 


રાજસ્થાન સંકટ પર મંથન ચાલુ
બીજી બાજુ અધ્યક્ષ પદની ચૂંટણી અને રાજસ્થાન સંકટને લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંથન ચાલુ રાખ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્ટની બુધવારે સાંજે સોનિયા ગાંધી સાથે લાંબી મંત્રણા કરી. એવું કહેવાય છે કે આ બેઠકમાં રાજસ્થાન સંકટ અને ચૂંટણીને લઈને વિચાર વિમર્શ કરવામાં  આવ્યો. એન્ટની કોંગ્રેસની અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિના પ્રમુખ પણ છે. 


રાજસ્થાન કોંગ્રેસમાં ઊભું થયેલું રાજકીય સંકટ વચ્ચે પાર્ટી પર્યવેક્ષકોએ મંગળવારે ઘોર અનુશાસનહીનતા બદલ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નીકટના 3 નેતાઓ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીની વાત રજૂ કરી હતી અને તેની થોડીવાર બાદ પાર્ટીની અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિ તરફથી તેમને 'કારણ બતાવો' નોટિસ પાઠવવામાં આવી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube