રાષ્ટ્રપતિ ભવનમાં નહીં યોજાઇ કોઈપણ ધાર્મિક કાર્યક્રમ
પૂર્વમાં રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે પણ પોતાના કાર્યકાળ દરમિયાન ઇફ્તાર પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. મહત્વનું છે કે, 25 જુલાઇ 2017થી હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી જ તેમણે આ આદેશ આપ્યો હતો કે સરકારી ખર્ચ પર રાષ્ટ્રપતિ ભવનમાં કોઇપણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કોઇપણ ધર્મના પર્વ પર રાષ્ટ્રપતિ દેશવાસિઓને પોતાની શુભકામનાઓ આપશે, પરંતુ કર દાતાના ધનનો ઉપયોગ રાષ્ટ્રપતિ ભવનમાં કોઇપણ દર્મના પર્વને મનાવવા કે આયોજન માટે કરવામાં આવશે નહીં. પરંતુ આને જાહેર હવે કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ ભવનના સૂત્રો અનુસાર તેનું પાલન ત્યારથી થઈ રહ્યું છે. પરંતુ રાજકીય સૂત્રો પ્રમાણે રાષ્ટ્રપતિએ મંગળવારે રાજ્યપાલોના સંમેલન દરમિયાન ખાનગી વાતચીતમાં કેટલાક રાજ્યપાલો સાથે આ વાત રજૂ કરી. આ સાથે રાજ્યપાલોને પણ સલાહ આપી કે સંભવ હોય તો રાજ્યોના રાજભવનમાં આનું પાલન થવું જોઈએ. આ જાણકારી આપનારા સૂત્રએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ કહ્યું કે જનતાના કરના પૈસાનો ઉપયોગ માત્ર સરકારી અને જનતા સાથે જોડાયેલા કાર્યક્રમમાં થવો જોઈએ. રાષ્ટ્રપતિ કોવિંદના આ નિર્ણયનું રાજ્યપાલોએ સ્વાગત કર્યું અને તેમની સાથે સહમતિ વ્યક્ત કરી.
કલામે ઇફ્તાર પાર્ટીઓ પર લગાવ્યો હતો પ્રતિબંધ
પૂર્વમાં રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે પણ પોતાના કાર્યકાળ દરમિયાન ઇફ્તાર પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 2002થી 2007 સુધી રાષ્ટ્રરતિ ભવનમાં ઇફ્તાર પાર્ટી આપવામાં આવી ન હતી.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ કલામ ઇફ્તારની દાવતમાં થનારો ખર્ચ, નિર્ધન, નિઃસહાય બાળકોની શિક્ષા માટે દાન કરી દેતા હતા. કલામના કાર્યકાળમાં ક્રિસમસ દરમિયાન કૈરલ સિગિંગનું આયોજન થયું હતું.
કલામ બાદ રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠેલા પ્રતિભા પાટિલે ફરી રાષ્ટ્રપતિ ભવનમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન શરૂ કર્યું, જેને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પણ જારી રાખ્યું હતું.