મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઇ (Mumbai)માં સ્થિત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસ્તી ધારાવી (Dharavi) ગત થોડા સમયથી કોરોના (Coronavirus) નું 'હોટસ્પોટ' બની હતી. પરંતુ શુક્રવારે આવેલા સમાચાર અનુસાર આ સમાચારે તમામના ચહેરા પર સ્માઇલ આપી દીધી છે. પહેલીવાર ધારાવીમાં નવા સંક્રમિત દર્દીઓનો આંકડો ઝીરો પર રહ્યો છે. આવું પહેલીવાર છે કે જ્યારે 25 ડિસેમ્બરના રોજ ધારાવી વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ મળ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલના રોજ ધારાવી (Dharavi)માં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તે સમયે આ સમાચારે આખા રાજ્યમાં હડકંપ મચાવી દીધો હતો. ધારાવીની જનસંખ્યાને જોતાં તમામ રાજનેતા અને અધિકારી ચિંતિત હતા અને સંક્રમણને ફેલાતા રોકવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ધીમે ધીમે આ આંકડો વધી ગયો અને ધારાવીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 3788 સુધી પહોંચી ગઇ. હાલ તેમાંથી ફક્ત 12 કેસ એક્ટિવ છે, જેમાંથી 8 લોકો હોમ કોરોન્ટાઇન છે જ્યારે 4 લોકો હોસ્પિટલમાં ભરતી છે. 

ટ્રાયલ માટે જાણીજોઇને કોરોના પોઝિટિવ થશે આ લોકો, મળશે 4-4 લાખ રૂપિયા


તમને જણાવી દઇએ કે ધારાવીમાં કોવિડ 19 મહામારી સામે લડવા માટે અપનાવવામાં આવેલા '4-T મોડલ' (ટ્રેસિંગ, ટ્રેકિંગ ટેસ્ટિંગ અને ટ્રીટિંગ)ની ડબલ્યૂએચઓ પણ પ્રશંસા કરી ચૂક્યા છે. એપ્રિલ-મેમાં અહીં કોવિડ કેસમાં થયેલા અચાનક વધારાથી મુંબઇ મહાનગરપાલિકા વહિવટીતંત્રના માથા પર ચિંતાની લકીરો ખેંચી દીધી હતી, પરંતુ ગત 19 દિવસથી અહીં  કોવિડ દર્દીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube