Asian Games India-China Conflict:  23 સપ્ટેમ્બરથી ચીનના ઝાંગુમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સમાં અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને એન્ટ્રી ન આપવાના ચીનના પગલાં પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં ચીની દૂતાવાસ અને બીજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઇ મોડલથી કમ નથી આ IAS ઓફિસર, તમે જાતે જોઇ લો
જલદી જ 3 રાશિવાળાના કષ્ટ થશે દૂર, રાહુ ગોચર ખોલશે નસીબ, ભરાઇ જશે ધનની તિજોરી


આ સાથે જ ભારતના કેન્દ્રીય રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ચીનનો પ્રવાસ રદ્દ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે (22 સપ્ટેમ્બર) કહ્યું કે ચીન હંમેશા ભારતીય નાગરિકો સાથે વંશીયતાના આધારે ભેદભાવ કરી રહ્યું છે. ભારત આવી વાતચીતને સંપૂર્ણપણે નકારી કાઢે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતો, છે અને રહેશે.


સાપુતારા અને માઉન્ટ આબુ કરતાં પણ અદભૂત છે ગુજરાતનું આ હિલ સ્ટેશન, આંટો મારી આવજો!
Royal Enfield: ખરીદ્યા વિના બુલેટ પર મારો સિનસપાટા, બસ આટલો આવશે ખર્ચ


એશિયન ગેમ્સની ભાવનાઓનું ઉલ્લંઘન
બાગચીએ કહ્યું કે અરુણાચલના ભારતીય ખેલાડીઓને એશિયન ગેમ્સમાં પ્રવેશ ન દેવાની ચીનની કાર્યવાહી એશિયન ગેમ્સની ભાવના અને તેમાં ભાગ લેવાના નિયમોનું ઘોર ઉલ્લંઘન છે. આમાં સામેલ સભ્ય દેશોએ ભેદભાવ વિના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા સુનિશ્ચિત કરવી પડશે. આના પર સખત વિરોધ વ્યક્ત કરવા માટે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી અને યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સનો તેમનો પ્રવાસ રદ કર્યો છે. બાગચીએ જણાવ્યું કે અનુરાગ ઠાકુર એશિયન ગેમ્સમાં મહેમાન તરીકે હાજરી આપવાના હતા, પરંતુ ચીનના આ પગલા બાદ તેમણે સખત વિરોધ વ્યક્ત કરવા માટે પોતાની મુલાકાત રદ કરી દીધી છે.


કેનેડાના નાગરિકોને નો એન્ટ્રી, ખાલિસ્તાન તણાવ મુદ્દે ભારતે વિઝા પર લગાવ્યો પ્રતિબંધ
India Canada Row: ભારતીય વિદ્યાર્થીના VISA કેન્સલ કરશે કેનેડા? વાલીઓની ચિંતા વધી
ભારતની ટ્રાવેલ એડવાઇઝરી પર કેનેડાનું આવ્યું રિકેશન, કહી આ વાત


શું છે મામલો?
હકીકતમાં, ચીને એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે અરુણાચલના ત્રણ ખેલાડીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે. ચીન અરુણાચલને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યું છે અને તેના નાગરિકોને ભારતીય કહેવા પર વાંધો ઉઠાવે છે. અગાઉ જુલાઈમાં પણ ચીને આવી જ રીતે અરુણાચલના ખેલાડીઓને પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો, જેનો ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીને સતત આવું બીજી વખત કર્યું છે.


ઓંકારેશ્વરમાં આજે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ, જાણો ખાસિયતો
આગામી 24 કલાકમાં કરી લો આ કામ, તમારા ઘરમાં થશે મહાલક્ષ્મીનું આગમન
15 દિવસમાં 2 ગ્રહણ આ લોકોના કરિયરમાં લાગશે ચાર ચાંદ, બેંક બેલેન્સ પણ વધશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube