કાશ્મીર: આસિયા અંદ્રાબીની નાપાક હરકત, પાકિસ્તાની ઝંડો ફરકાવીને કહ્યું-JK પાક.નો ભાગ
જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આઝાદીની માગ ઉઠી અને પાકિસ્તાનનો ઝંડો લહેરાવવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરની અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીએ શુક્રવારે (23 માર્ચ) પાકિસ્તાનનો ઝંડો લહેરાવીને આઝાદીની માગણી કરી. આસિયાએ પાકિસ્તાનનો ઝંડો લહેરાવતા કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે, પરંતુ ભારત તેને પોતાનો બનાવવાની કોશિશ કરી રહ્યું છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આઝાદીની માગ ઉઠી અને પાકિસ્તાનનો ઝંડો લહેરાવવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરની અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીએ શુક્રવારે (23 માર્ચ) પાકિસ્તાનનો ઝંડો લહેરાવીને આઝાદીની માગણી કરી. આસિયાએ પાકિસ્તાનનો ઝંડો લહેરાવતા કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે, પરંતુ ભારત તેને પોતાનો બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આસિયાએ કહ્યું કે ભલે તે મુસલમાન હોય કે પછી 'કાફિર' તે મુસ્લિમ દેશનો નાગરિક છે અને તે પાકિસ્તાન છે. તેણે કહ્યું કે પાકિસ્તાનની રચના રાષ્ટ્રના આધાર પર નહીં પરંતુ ઈસ્લામના પાયાના આધાર પર થઈ છે.
આસિયા પર નોંધાયો કેસ
આસિયા પર દાખલ થયેલા મામલા અંગે જાણકારી આપતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે અંદ્રાબી વિરુદ્ધ ગેરકાયદેસર ગતિવિધિ નિરોધક કાયદાની કલમ 13 હેઠળ મામલો નોંધાયો છે. જો કે આસિયાની ધરપકડ થઈ કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
પહેલા પણ પાકિસ્તાનનો ઝંડો ફરકાવી ચૂકી છે આસિયા
આ કોઈ પહેલીવાર નથી બન્યું કે અંદ્રાબી આસિયાએ જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારે પાકિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હોય. આ અગાઉ પણ તે આવું કરી ચૂકી છે. 2017ના ઓગસ્ટ મહિનામાં કાશ્મીર ઘાટીમાં પાકિસ્તાનનો ઝંડો લહેરાવીને આસિયા પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પણ ગાઈ ચૂકી છે. આ મામલે તેના પર અનેક મામલા નોંધાયેલા છે. આસિયા અંદ્રાબીએ 2015ના 14 ઓગસ્ટના રોજ પહેલીવાર પાકિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો. ત્યારબાદ તેને અટકાયતમાં લેવાઈ હતી.
કોણ છે આસિયા અંદ્રાબી?
દ્રાબી દુખતરાન-એ મિલ્લત (દેશની બેટી) નામની સંસ્થાની પ્રમુખ છે. આ સંગઠન ખુલ્લેઆમ જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાની વાત કરે છે.