ગુવાહાટી: અસમ (Assam) ના દરંગ જિલ્લાના સિપાઝારમાં પોલીસ અને સ્થાનિક પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક મારામારી થઇ. ગેરકાયદેસર કબજા વિરૂદ્ધ દબાણ હટાવો અભિયાન દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ પર જીવલેણ હુમલો કરી દીધો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને હવામાં ફાયરિંગ કર્યું. મારામારીમાં બે સ્થાનિક લોકોના મોત થયા તો 11 પોલીસકર્મીઓને ઇજા પહોંચી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે બગડી સ્થિતિ
પોલીસના અનુસાર સોમવારે દબાણ હટાવો અભિયાન શરૂ કર્યું હતું. ત્યારબાદથી સ્થિતિ તણાવપૂર્ણ હતી. ગુરૂવારે સિપાઝારના ગોરૂખૂંટીમાં અભિયાન ચલાવવામાં આવ્યું, સુરક્ષા વ્યવસ્થાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેવું જ દબાણ હટાવો અભિયાન માટે પોલીસની ટીમ ગેરકાયદેસર દબાણ હટાવવા પહોંચી તો સ્થાનિક લોકોએ હંગામો શરૂ કરી દીધો. પોલીસ પર પથ્થરમારા અને લાઠીચાર્જથી જીવલેણ હુમલો કર્યા બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરતાં લાઠીચાર્જ અને ટિયરગેસ છોડ્યા હતા, સાથે જ ઘણા રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. 

આવી ગઇ 'વંડર' કાર! તેની પાસે છે 'બ્રેન', ડ્રાઇવર વિના દોડે છે


થોડા સમય માટે અભિયના પર લાગી બ્રેક
અથડામણ દરમિયાન બે લોકો ગંભીર રીત ઘાયલ થઇ ગયા, જેમણે પછી અંતિમ શ્વાસ લીધા. તો બીજી તરફ અવૈધ કબજો કરી રહેલા લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં પોલીસ અધિકારી સહિત 11 પોલીસકર્મી ઘાયલ થયા છે. સ્થિતિ બેકાબૂ થતાં થોડા સમય માટે હવે દબાણ દૂર કરો અભિયાન અટકાવી દેવામાં આવ્યું છે. તો બીજી તર હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) એ કહ્યું કે કોઇપણ સ્થિતિમાં સરકારી જમીન પર અવૈધ કબજો થવા દેવામાં નહી આવે, દબાણ હટાવો અભિયાન ચાલુ રહેશે. તમને જણાવી દઇએ કે લગભગ 600 પરિવાર અવૈધ રીતે ઘણા લાંબા સમયથી સરકારી જમીન પર રહી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube