Assam flood s first wave: અસમના છ જિલ્લાના લગભગ 25,000 લોકો આ વર્ષે રાજ્યમાં આવેલા પૂરની પ્રથમ લહેરથી પ્રભાવિત થયા છે. શનિવારે દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસમ અને પડોશી રાજ્યો (મેઘાલય, અને અરૂણાચલ પ્રદેશ) માં ગત કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ, ઘણી નદીઓના જળ સ્તર ધીમે ધીમે વધી રહ્યા છે અને કોપિલી નદીનું પાણી ખતરાના નિશાન ઉપર વહી રહ્યું છે. 


અસમ રાજ્ય એએસડીએમએના પૂર રિપોર્ટ અનુસાર પૂરના પહેલાં તબક્કામાં 14 મે સુધી છ જિલ્લા-કછાર, ઘેમાજી, હોજઇ, કાર્બી આંગલોંગ પશ્વિમ, નાગાંવ અને કામરૂપ (મેટ્રો)ના 94 ગામમાં કુલ 24,681 લોકો પ્રભાવિત થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube