Assam Govt Leave Policy: અસમની હિમંતા વિશ્વ શર્મા સરકારે સરકારી કર્મચારીઓને માતા-પિતા અથવા સાસુ-સસરાની સાથે સમય પસાર કરવા માટે બે દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. જી હા... સરકારી કર્મચારીઓને આ રજા 6 અને 8 નવેમ્બરે મળશે. જો કે, કર્મચારી આ રજાઓનો ઉપયોગ પોતાના મનોરંજન માટે અથવા તો જે કર્મચારીઓના માતા-પિતા કે સાસુ સસરા નથી તેમને મળશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસમના મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)એ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું છે કે 'મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માના નેતૃત્વમાં અસમ સરકારે 6 અને 8 નવેમ્બર 2024 ના રોજ રાજ્ય સરકારના કર્મચારીઓને તેમના માતા-પિતા અથવા સાસુ સસરાની સાથે સમય પસાર કરવા માટે વિશેષ કેઝ્યુઅલ રજાની જાહેરાત કરી છે. 


આ રજાઓનો ઉપયોગ માત્ર વૃદ્ધ માતા-પિતા અથવા સાસુ-સસરાની સાથે સમય પસાર કરવા માટે કરવામાં આવશે, વ્યક્તિગત મનોરંજન માટે નહીં. સરકાર આ રજા એટલા માટે આપી રહી છે કે જેથી વૃદ્ધ માતા-પિતા અથવા સાસુ સસરાનું સન્માન કરી શકાય અને તેમની સંભાળ રાખી શકાય.



મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે  7 નવેમ્બરે છઠ પૂજા, 9 નવેમ્બરે બીજા શનિવારની રજા અને 10 નવેમ્બરે રવિવારની રજા સાથે આ રજાઓ લઈ શકાય છે. જ્યારે, જરૂરી સેવાઓમાં કામ કરી રહેલા કર્મચારીઓ તબક્કાવાર રજાઓ લઈ શકે છે. મુખ્યમંત્રી શર્માએ 2021માં પદ સંભાળ્યા પછી સ્વતંત્રતા દિવસ પર પોતાના પહેલા ભાષણમાં આ વિશેષ રજાઓની જાહેરાત કરી હતી.