નવી દિલ્હી: આસામની એક ઐતિહાસિક મસ્જિદ હાઈવે બનાવવાને આડે આવી રહી હતી જેના કારણે મસ્જિદને ટ્રાન્સપોર્ટ દ્વારા બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવાઈ છે. શ્રમિકોની મદદથી આ 100 વર્ષ જૂની 2 માળની ઐતિહાસિક મસ્જિદની દીવાલોને અલગ અલગ ભાગોમાં વહેંચીને નૌગાંવના પુરાનીગુડમમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. મસ્જિદને શિફ્ટ કરવામાં લાગેલા એન્જિનિયર ગુરદીપ સિંહે જણાવ્યું કે એનએચ 37માં સ્થિત આ મસ્જિદને સુરક્ષિત રીતે નૌગાંવથી પુરાનીગુડમમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. કારણ કે એનએચ 37ને ફોરલેન હાઈવેમાં ફેરવવામાં આવી રહ્યો છે. મસ્જિદને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ 15થી 20 દિવસની અંદર પૂરું થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવી, NDAના દિગ્ગજ નેતાઓ રહ્યાં હાજર


સિંહે આગળ જણાવ્યું કે મસ્જિદને તોડ્યા વગર હાઈડ્રોલિક સિસ્ટમ દ્વારા આ મીનારનું શિફ્ટિંગ કામ કરવામાં આવી રહ્યું છે. મસ્જિદને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ હરિયાણા સ્થિત કંપની આર આર એન્ડ સન્સ પાસેથી મંગાવવામાં આવેલા હાઈડ્રોલિક સિસ્ટમ દ્વારા શક્ય બની શક્યું છે. મસ્જિદને શિફ્ટ કરવાના કામમાં લગભગ 100થી વધુ લોકો કામ કરી રહ્યાં છે. સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને આ કામ થઈ રહ્યું છે. આ કામ બે ફેઝમાં પૂરું કરાશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...