નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ 500 રૂપિયાની નોટો પર સૂતેલો છે. જાણકારી પ્રમાણે આ વ્યક્તિ અસમનો એક રાજનેતા છે. તે અસમના ઉદાલગિરી જિલ્લાના ભૈરાગુડીમાં ગ્રામ પરિષદ વિકાસ સમિતિનો અધ્યક્ષ છે. તેનું નામ બેન્ઝામિન બસુમતારી છે, જે 500ની નોટો પર આરામ કરી રહ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે બેડની આસપાસ નોટો પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો અનુસાર બેન્ઝામિન બસુમતારી જે અસમ અંતર્ગત સ્થિત સ્વાયત્ત પ્રદેશ બોડોલેન્ડના એક નેતા છે. તે પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ રોજગાર યોજનાથી જોડાયેલા મોટા પાયા પર ભ્રષ્ટાચારના મામલાનો આરોપી છે. સૂત્રોએ કહ્યું કે બેન્ઝામિન પર કથિત રીતે ઓડાલગુરી વિકાસ ક્ષેત્રમાં પોતાના વીસીડીસી હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગા યોજનાઓના ગરીબ લાભાર્થીઓ પાસેથી લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો.


આ તસવીરે સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો કરી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સવાલ ઉભા થવા લાગ્યા છે કે તે બોડોલેન્ડ સ્થિત યુનાઇટેડ પીપુલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) નો સભ્ય છે, જે ભ્રષ્ટાચાર વિરોધી વલણ માટે જાણીતી છે. 


ભાજપે 10માંથી 6 સીટો કોંગ્રેસીઓને આપી: ગુજરાત કરતા ખરાબ સ્થિતિ, સરકાર છે પણ નેતા નથી


પાંચ વર્ષ જૂની છે તસવીર!
પાર્ટીએ આગળ સ્પષ્ટ કર્યું કે વાયરલ તસવીર પાંચ વર્ષ પહેલા બાસુમતારીના મિત્રો દ્વારા લેવામાં આવી હતી, જ્યારે તે પાર્ટી કરી રહ્યાં હતા. યુપીપીએલે કહ્યું કે આ તસવીરની સાથે બાસુમતારીને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. અને કહ્યું કે ફોટોમાં રહેલી નોટો બેન્ઝામિન બાસુમતારીની બહેનની હતી.