નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં અસમની એક એવી સીટ પર મતદાન થવાનું છે, જ્યાં અત્યાર સુધી કોઈ હિન્દુ ચૂંટણી જીતી શક્યો નથી. આ સીટ પર 1971થી 2004 સુધી કોંગ્રેસ સતત જીતતી રહી, પરંતુ 2009 બાદ અહીં જીત મેળવી શકી નથી. આ સીટનું નામ ધુબરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધુબરી સીટ પર ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ (એઆઈયુડીએફ) ના પ્રમુખ બદરુદ્દીન અજમલનો મુકાબલો કોંગ્રેસના રકીબુલ હુસૈન અને એજીપીના જાવેદ ઇસ્લામ સાથે છે. 


બુધરી સીટ પર કોણ ક્યારે જીત્યું
1952- અમઝદ અલી
1957- અમઝદ અલી
1962- ગયાસુદ્દીન અહમદ
1967- જહાં ઉદ્દીન અહમદ
1971- મોઇનુલ હક ચૌધરી
1977- અહમદ હુસૈન
1980- નુરલ ઇસ્લામ
1984- અબ્દુલ હામિદ
1991- નુરૂલ ઇસ્લામ
1996- નુરૂલ ઇસ્લામ
1988- અબ્દુલ હામિદ
1999- અબ્દુલ હામિદ
2004- અનવર હુસૈન
2009- બદરુદ્દીન અજમલ
2014- બદરુદ્દીન અજમલ
2019- બદરુદ્દીન અજમલ


2014ની લોકસભા ચૂંટણીમાં અસમની 14માંથી 7 સીટો પર ભાજપે જીત મેળવી હતી, જ્યારે 2019માં તે 9 સીટ જીતવામાં સફળ રહી હતી. પરંતુ મોદી લહેર છતાં ધુબરી લોકસભા સીટ પર બદરુદ્દીન અજમલનું રાજકીય વર્ચસ્વ તોડી શકાયું નહીં.


આ પણ વાંચો- વીજળીના કડાકાભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ, હીટવેવથી મળશે રાહત


ધુબરીમાં ફરી જીતવા ઈચ્છે છે કોંગ્રેસ
કોંગ્રેસના ઉમેદવાર રકીબુલ હુસૈન પણ મોટા કદના નેતા છે અને વર્ષ 2001થી સમાગુડી વિધાનસભા સીટથી જીતતા આવી રહ્યાં છે. રકીબુલ હુસૈનને ચૂંટણી મેદાનમાં ઉતારી કોંગ્રેસે તે જાહેર કરી દીધુ કે બદરુદ્દીન અજમલ વિરુદ્ધ તેમનું વલણ કડક છે અને તે ધુબરી સીટ કોઈપણ કિંમત પર પરત લેવા ઈચ્છે છે. રકીબુલ અસમ વિધાનસભામાં વિપક્ષના ઉપ નેતા પણ છે. 


રાજકીય આંકડા એકત્ર કરનારી વેબસાઇટ ચાણક્ય પ્રમાણે ધુબરી લોકસભા સીટ પર 72.3 ટકા મુસ્લિમ વસ્તી છે.


અત્તરના મોટા વેપારી છે અજમલ
બદરુદ્દીન અજમલ અત્તરના મોટા વેપારી છે. તેમનો ભારત સિવાય ખાડી દેશોમાં પણ વ્યવસાય છે. અજમલના વ્યાવસાયની મુખ્ય કંપની અજમલ પરફ્યૂમ્સનું હેડ ક્વાર્ટર દુબઈમાં છે. મિડલ ઈસ્ટમાં તેમના 270 રિટેલ શોરૂમ છે. અજમલની કંપની પરફ્યુમને 42 દેશમાં એક્સપોર્ટ કરે છે. 


આ સિવાય અજમલ સુપર 40 યોજના હેઠળ અજમલ ફાઉન્ડેશન મેડિકલ, એન્જીનિયરિંગ અને સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા આપે છે. તેમનું ફાઉન્ડેશન અસમમાં 73 સ્કૂલ પણ ચલાવે છે, જેમાં બધા ધર્મોના બાળકો અભ્યાસ કરે છે. અજમલને અસમમાં મુસલમાનોના મસીહા પણ કહેવામાં આવે છે. 


ચૂંટણી પ્રચાર દરમિયાન અજમલ કહે છે કે તેમણે બ્રહ્મપુત્રા નદી પર ધુબરી ફુલબારી પુલના નિર્માણની વાત કરી અને આ પુલ સાઉથ અસમની અર્થવ્યવસ્થાની કાયાપલટ કરી દેશે.


ધુબરીમાં 11 વિધાનસભા સીટ છે. આ સીટોના નામ- હોલકગંજ, ગૌરીપુર, ધુબરી, બિરસિંગગ-જરૂઆ, બિલાસીપારા, મનકચર, જલેશ્વર, ગોલપારા પૂર્વ, શ્રીગંજરામ, મંડિયા અને ચંગા છે. ધુબરીમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર, કાપણી, ગરીબી, બાળ લગ્નનો મુદ્દો હાવી છે. આ લોકસભા સીટ બાંગ્લાદેશની સાથે 4142 કિલોમીટરની લાંબી સરહદ ધરાવે છે.