Marriage With Dead Girlfriend: સાચા પ્રેમની પરાકાષ્ઠા! યુવકે મૃત પ્રેમિકા સાથે કર્યા લગ્ન, આપ્યું એવું વચન...જુઓ Video
Marriage With Dead Girlfriend: કળિયુગમાં જ્યાં સંબંધોના લીરેલીરા ઉડતા હોય છે ત્યાં સાચા પ્રેમની પરાકાષ્ઠા સમાન એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકે તેની મૃત પ્રેમિકા સાથે લગ્ન કર્યા. વીડિયો જોઈને તમે પણ ચોધાર આંસુએ રડી પડશો
Assam man marries with dead girlfriend: સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જો તમે પણ જોશો તો ચોક્કસ ચોધાર આંસુએ રડી પડશો. અસમના ગુવાહાટીથી એક એવો મામલો સામે આવ્યો છે કે જ્યાં યુવક તેની મૃત પ્રેમિકા સાથે લગ્નની રસ્મો નિભાવતો જોવા મળ્યો.
લગ્ન બાદ કમિટમેન્ટ
આ ઘટનાક્રમનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવક તેની મૃત પ્રેમિકાની માંગ ભરતો અને પછી તેને માળા પહેરાવતો જોવા મળી રહ્યો છે. લગ્નની રસ્મોને મોબાઈલ ફોનમાં રેકોર્ડ પણ કરવામાં આવી. પ્રેમીએ તેની પ્રેમિકાના મૃતદેહ સામે ફરીથી લગ્ન ન કરવાનું વચન પણ આપ્યું. આ યુવકની ઓળખ બિટુપન તમુલી (Bitupan Tamuli) તરીકે થઈ છે. જે યુવતીના ગાલ અને માથે એ જ રીતે સિંદૂર લગાવતો જોવા મળે છે જે રીતે એક વ્યક્તિ પોતાની દુલ્હનને લગાવે છે. આ વીડિયો જોઈને લોકોની આંખો ભીની થઈ જાય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube