આસામ NRCની અંતિમ યાદી બહાર પડી, 19 લાખ લોકો લિસ્ટમાંથી બાકાત
: પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની છેલ્લી યાદી બહાર પાડી દેવામાં આવી છે.
નવી દિલ્હી/ગુવાહાટી: પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની છેલ્લી યાદી બહાર પાડી દેવામાં આવી છે. NRCના સ્ટેટ કોઓર્ડિનેટર પ્રતિક હઝેલાએ જાણકારી આપી છે કે NRCની સૂચિમાં 3.11 કરોડ (3,11,21,004) લોકોને સામેલ કરાયા છે. જ્યારે સૂચિમાંથી 19 લાખ (19,06,657) લોકોને બહાર રખાયા છે. તેમના જણાવ્યાં મુજબ આ લોકોએ પોતાના ક્લેમ આપ્યા નહતાં. આ લોકો હવે નિર્ધારીત સમય મર્યાદામાં ફોરેન ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ સુધીમાં NRCની છેલ્લી સૂચિ બહાર પાડવાની સમય મર્યાદા નક્કી કરી હતી. NRC લિસ્ટ બનાવવાની પ્રક્રિયા 4 વર્ષ અગાઉ શરૂ થઈ હતી અને સરકારે નિર્ધારીત સમયની અંદર આ સૂચિ બહાર પાડી દીધી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...